________________
(૩૧ર )
પંડિત લાલન પરિચય થતે નથી. ત્યારે હું આધ્યાત્મિક જીવનને સ્પર્શ પામી નહોતી. એટલે નજીક રહેવા છતાં એમના આધ્યાત્મિક જીવનથી હું અપરિચિત જ રહી હતી એમ કહું તે પણ ચાલે. એ મઢડા ગાશ્રમમાં સામાયિકના પ્રાગ કરતા ને કરાવતા, પણ મને તે એમાં રસ ન હોવાથી કશું સમજાતું નહિ કે એમાં શું કાર્ય કરી રહ્યા છે. પણ એમના સામાયિકના પ્રયોગ નામના પુસ્તકમાં આપેલી ધાર્મિક કથાઓ વાંચવી મને બહુ ગમતી. સૌથી વધુ તે એમને રમુજી સ્વભાવ મને બહુ ગમતે.
પિતાની જાતને એ છેવટ સુધી યુવાન જ ગણતા અને યુવાનની જેમ વધારેને વધારે પ્રગતિમાન કેમ થવાય તે માટે સદા જાગ્રત રહેતા. હવે હું વૃદ્ધ થયે, શરીર ચાલતું નથી. હવે આપણાથી શું થાય, એવી સામાન્ય જમાં રહેતી નિર્બળ વૃત્તિને એમને સ્પર્શ પણ થયો નહોતે. હંમેશ નવીન જાણવાની કે અભ્યાસ કરવાની એમની ભાવનાને એમની વયને જરાય બાધ ન નડતે. જ્ઞાન-પ્રાપ્તિની ઝંખના સદાય એમનામાં તીવ્રપણે કામ કરતી. અહીં રહીને લંડનમાં રહેતા એમના મિત્રને પત્ર દ્વારા સંસ્કૃતને અભ્યાસ કરાવતા. એ રીતે જ્ઞાનને પ્રચાર પણ કરતા. એમની વાંચનની ભૂખ તે સદાય અતૃપ્ત જ રહી હતી. મને વાચનને શોખ એટલે એમના પુસ્તક પર મારી નજર તરત પડતી. પોતે વાંચતા તે પુસ્તક વિષે ઘણીવાર મને વાત કરતા. જીવનના અંત સુધી એ જ્ઞાનના આરાધક જ રહ્યા હતા. આનંદમાં રહી સૌને એ આનંદનાં સહભાગી