________________
(૩૦૨ )
પંડિત લાલન
ત્રણ વર્ષને તરૂણ આજથી લગભગ બધી સદી પહેલા કચ્છ-મુન્દ્રાની દશા શ્રીમાળી વંડીના મોટા વ્યાખ્યાન હેલમાં એક મહાન વક્તાનું પ્રવચન હેવાથી મુન્દ્રા શહેરની મોટી મેદની ઉલટી પડી હતી. એ મહાન વક્તા તે બીજા કેઈ નહિ પણ શ્રી લાલન પિતે જ હતા. એ વખતે કચ્છ અને સૌરાષ્ટ્રમાં એમના નામને કે પડતું હતું. આજની સભામાં એ પિતાના વિલાયતના પ્રવાસના અનુભવો રજુ કરવાના હેવાથી મુન્દ્રાની જનતા એને લાભ લેવા અધીરી બની હતી. વ્યાખ્યાન હેલ રોતા વર્ગથી જોત જોતામાં ઠસ ભરાઈ ગયું. શ્રી લાલનની ગંગાના પ્રવાહ સમી એકધારી અમૃત વાણીથી તમામ શ્રોતાઓ છકય બની ગયા.
આજના વક્તાઓ લેકેને બનાવવા માટે બોલે છે. કેટલાક માત્ર બોલવા માટે જ બોલે છે. એમની વાણીને હૃદય સાથે કશે સંબંધ હોતો નથી. જ્યારે શ્રી લાલન, જે કંઈ બોલતા તે પિતાના હદયના ઊંડાણમાંથી બોલતા એટલે એમનાં વચનની શોતાના અંતર પર હંમેશાં ઊંડી છાપ પડતી.
ત્યાર પછી લગભગ અર્ધી સદીનાં વહાણાં વહી ગયાં અને એક દિવસ એકાએક શ્રી મહાવીર જૈન ચારિત્ર-રત્નશ્રમ-સેનગઢમાં, પૂજ્ય બાપાશ્રીના સાન્નિધ્યમાં એમના જર્જરિત દેહનાં દર્શન થઈ ગયાં. દેહનું દેવળ તે ખડખડી ગયું હતું. પરંતુ તેની અંદર એમના સદા યુવાન આત્માને