________________
પંડિતજીની પ્રતિભા
( ૩૦૯).
આ ઉપચારમાંથી એક કારે છે, અને તમારે
કારે શ્રોતાગણને એમ કહે છે કે તમે આમ કરે અને આ સમજે. જયારે લાલન ભાષણ કરતા હોય છે ત્યારે તમે શબ્દને બદલે આપણે શબ્દ વાપરે છે, અને લાલન પિતે પણ જાણે શ્રોતાગણમાંથી એક હોય એવી લાલનની દષ્ટિ છે.” આ ઉપદેશથી પોતાના દેષ પહેલાં જોવાની દૃષ્ટિ સાંપડી હાય એમ હું માનું છું.
સને ૧૯૨૫-૨૬ માં હું એક જૈન છાત્રાલયમાં ગૃહપતિ હતું ત્યારે વિદ્યાર્થીઓ સાથે પિતે ખૂબ રમૂજ કરે. વિદ્યાર્થીઓને પૂછે પગ ઊંચે કે પર્વત?” સહજ રીતે વિદ્યાર્થીઓ પર્વતને ઊંચ કહે ત્યારે પોતે કહે કે પગ ઊંચે. કારણ કે પગ એથી પણ ઊંચે જઈ શકે છે. એવી જ રીતે ગજ લાંબે કે તાકે. એને વિનેદ કરે. એવી જ રીતે પોતે કહેતા કે “મારાં પત્ની જીવતાં હતાં ત્યારે હું રેલગાડીમાં બેસતાં મારી સાથેના માણસને શ્રીમતીને પણ એક દાગીને ગણવાની સૂચના કરતો. મારી સાથે ઘરડાં બૈરાં હોય ત્યારે હું તેમને પણ ગણતરીમાં લેવાની રમૂજ કરીને પૂ. પંડિતજીને યાદ કરું છું.
માત્ર છોકરાઓ સાથે આ વિનોદ જ કરતા એમ નહિ પણ આ રીતે વિદ્યાર્થીઓના હૃદયને આકર્ષીને વિદ્યાર્થીએના સામાયિકને વખતે તે સાથે સામાયિક કરવા પધારતા અને સામાયિકનું મુખ્ય રહસ્ય જે સર્વ પ્રાણીઓ તરફ સમતા છે તે સુંદર, સાદી અને સચેટ વાણમાં સમજાવતા.
વિદ્યાર્થીઓ પૂછે કે “આપની ઉંમર કેટલી?” ત્યારે પિતે અંગ્રેજીમાં જવાબ આપે કે હું આટલા વર્ષને જુવાન