________________
પંડિતજીની પ્રતિભા
( ૩૦૧ ) એકંદર એ દીર્ઘજીવી, વિદ્યાપ્રિય અને નિષ્પક્ષવૃત્તિના હતા, એ ચોકસ,
સુખલાલ " (આ પત્ર લખનારનું નામ છે પંડિત સુખલાલજી. તેમને જેન પ્રજા તે ઠીક પણ ગુજરાત ને કરછ, કાઠિયાવાડની સમગ્ર પ્રજા પીછાને છે. તેઓ પ્રજ્ઞાચક્ષુ છે છતાં સમર્થ શાસ્ત્રવેતા છે.)
ચારિત્ર રત્નાશ્રમ
સોનગઢ તા. ૨૯-૫-૫૯ સૌજન્યમૂર્તિ શ્રી શિવજીભાઈ,
આપની તબિયત સારી હશે. આપને લેખ મોકલી શક નથી. તે તરત મોક્લાવીશ હવે તે મુંબઈથી મેકલાવીશ-આજે પૂ. બાપાશ્રી સાથે મુંબઈ હમણાં જ જાઉં છું.' - પણ આટલું લખ્યા પછી તમને આપેલું વચન આંખ સામે આવ્યું અને ઊધારની વાત તમને પસંદ નહિ પડે એટલે હમણાં જ એક નાનકડો લેખ તૈયાર કરી આ સાથે જ જુદા બુ. થી રવાના કરું છું તે સંભાળી લેશે. - બીજું નળિયાના વકીલ શ્રી લક્ષ્મીનારાયણ લાલજીને શ્રી લાલન સાહેબ સાથે સારો પરિચય હતે એમને લખશો તે એ પણ જરૂર કંઈક મેકલી આપશે ત્યાં સૌને મારાં સ્મરણ
આપને, કારાણી