________________
પંડિતજીની પ્રતિભા
(૩૦૫ )
પછી પિતાની પાસે બીજો પલંગ નખાવી બંને વાત કરતા કરતા સૂતા એ દશ્ય મને તાજું થયું. પૂ. લાલન અને મારા પિતાશ્રીએ અડધા કલાક જુદા જુદા વિષય ઉપર વાત કરી તેમાં સામાયિક માળા જપથી મનની એકાગ્રતા શૂન્યતા અને છેવટે આત્મમાં લીનતા વિષે ખાસ ચર્ચા થઈ. પાછળથી મહર્ષિ અરવિન્દ્રના “અતિમનસ' વિષે થોડું થોડું વાંચતે ત્યારે ઉપરની ચર્ચા મને યાદ આવતી. જુદા
જુદા મહાપુરૂષે જુદે જુદે કામે અને જુદે જુદે સ્થળે વિચાર પ્રગટ કરે પણ તે બધામાં સામ્ય એકસૂત્રતા હોય છે તેમ લાગે છે.
વિદાય લેતી વખતે બાપુજીએ કહ્યું, “લાલન, તમો આવ્યા તેથી મને બહુ આનંદ આવ્યું, હવે તે અજળ હોય તે મળીએ, આ દેહનો ભરોસે નથી” વૃદ્ધ જજ રિત દેહે એજ ઉલ્લાસથી પૂ. લાલને કહ્યું, “કેમ ચાંપશીભાઈ, આપણે તે હજુ ઘણી વખત મળશું અને ઘણે કાળ સાથે પણ રહેશું.” આ વૃદ્ધ પુરૂષ મૃત્યુને પેલેપાર પ્રકાશમય અનત જીવનની વાત કરી રહ્યા હતા, શે આત્મવિશ્વાસ ! આવા પુરૂષે શરીર વૃદ્ધ હોવા છતાં તાજગીભર્યું આત્મીય યૌવન માણી શકે છે. કલાપી ભલેને ગાય કે “જેને યુવાની મહીં વૃદ્ધ થયું ગમ્યું છે” પણ કદાચ બંનેને કહેવાને માયને એક પણ હોય. થનગનતી યુવાનીમાં વિચારક્ષેત્રે કરેલું વૃદ્ધત્વ સારું અને શિથિલ વૃદ્ધાવસ્થામાં તરવરાટભર્યું યૌવન સારૂં. ૨૦.