________________
પંડિત લાલને
--
--------
હું પંડિત લાલનને મૂકવા ભીડભંજન સુધી ગયો. રસ્તામાં મેં પૂછયું, “પંડિતજી, આ અવસ્થાએ આપનામાં આટલે ઉત્સાહ કયાંથી?” પંડિતજીએ જવાબ આપ્યો કે “મારા કરતા તે મારો મોટા ભાઈ વધારે કામ કરી રહ્યો છે” હું ચમકે, “આપના મોટા ભાઈ? “હા, હું અને બનશે વિલાયતમાં કલાકોના કલાકો ચર્ચા કરતા અને તેમને હું મોટાભાઈ ગણું છું તેમની કાર્યશક્તિ જોઈ છે?” મેં પૂછયું, “લાલન સાહેબ, આ લાંબા જીવન અને તાજગીની કઈ ચાવી ખરી?” પંડિતજીએ જવાબ આ “આને કઈ તાળું વાચ્યું નથી કે કૂંચીની જરૂર પડે. ઉલ્લાસ અને આયુષ્ય ખુલ્લાં જ પડ્યાં છે, જોઈએ તેટલા લઈલે. ઉલ્લાસ માટે ગમે તે સ્થિતિમા મનની મોજ, અને આયુષ્ય માટે સાંભળો આપણામાં કહે છે ને કે જેટલા શ્વાસોશ્વાસ માંડ્યા હોય તેટલું જીવવાનું છે, હવે જે આમ જ હોય તે તે તમારે ગણિતને આ તદ્દન સાદે દાખલ છે. શ્વાસોશ્વાસની સંખ્યા તે નિશ્ચિત છે એટલે જેટલો શ્વાસ ઉડે અને દીર્ઘ હો તેટલો વધારે કાળા લાગે અને આયુષ્ય લંબાય, માટે લાંબુ જીવવું હોય તે હાલતા, ચાલતા, સૂતા, બેઠા ઊંડા શ્વાસ લે બસ ટૂંકુ ને ટચ” ટૂંકા સૂચનમાં પણ કેટલું તથ્ય પડેલું છે, તે વિચારતા મેં રજા લીધી અને પાછો ફર્યો. પછીથી તે પંડિ. તજીએ આ દેહથી વિદાય લીધી એમ સાંભળ્યું. પંડિતજીને આત્મા જ્યાં હોય ત્યાંથી અનેકને પ્રતિબોધ-પ્રેરણા કરતા રહે એજ પ્રાર્થના, પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એ