________________
(૨૮)
પંડિત લાલન
પદ આવે છે અને અચલગરછી મંદિરમાં પહેલું જ્ઞાનપદ આવે છે. તે આમાં આપણી અપેક્ષા દર્શન પહેલું છે. અને શ્રી ભગવાનશ્રીની અપેક્ષા પહેલું જ્ઞાન છે એમ બન્ને અપેક્ષા સત્ય હોય તેમ લાગે છે.
વિશેષ લખશે તે વિશેષ ખુલાસે લાલન કરશે. હાલ અહીં જ વિરમે છે. છતાં એક વાત લખે છે કે, જ્ઞાન થયે શ્રદ્ધા પણ દ્રઢતા પામે છે જ્ઞાનવગરની શ્રદ્ધા–પ્રમાણ રહિત શ્રદ્ધા ટકી શકતી નથી. પ્રમાણપૂર્વક શ્રદ્ધા-ચક્ષુ ઉઘાડી સદા રહેવાથી ક્રિયા (ચારિત્ર) યેગ્યતા વાલી હોય છે.
તથાપિ દેશ યા સંસ્થામાં કિન્ડરગાર્ટન સીટમથી હોય ત્યાં પહેલે શબ્દ અને પછી અર્થ પરંતુ જ્યાં એ સીસ્ટમ હોય છે ત્યાં પહેલે અર્થ શિખવે છે. અર્થાત્ પહેલાં જ્ઞાન માની દેખાડે છે અને પછી આ એ અક્ષર આમ જોવામાં આવે છે.
આપણા દેશમાં આમ નથી હતું. પહેલાં આંક મારી મારીને શ્રદ્ધા શીખવે છે અને પછી હિસાબ શીખે એટલે જાણે કે ૧૨ ને ત્રણે ગુણે ત્યારે છત્રીસ થાય. પહેલાં આ ગુરૂ છે તેને તું માન પછી શ્રદ્ધા રાખે અને પછી તેના છત્રીશ ગુણે જોજે આમ ક્રમ જુદો છે. પહેલાં છત્રીશ ગુણે દેખાડી તેમાં શ્રદ્ધા કરાવવાની શૈલી ઘણખરી આપણાં તરફ જણાતી નથી ઉપરથી બાલક (મનુષ્ય બાલક પણ) કાચી આંખવાલે હોવાથી ન સમજાય છતાં હા પાડે છે કે આંક એ હિસાબ છે, ગુણાકાર છે.