________________
( ૮ )
પંડિત દ્રાક્ષન
તેને વ્યાખ્યાન કહેતા. કોઇ વિદ્વાન યતિ કે મુનિ ફૅ શ્રાવક હાય તા પુસ્તકના શ્લોકા વાંચી તેનું વિવેચન કરે, પદ્દિન તજી તા પ્રસિદ્ધ વક્તા હતા. આ કાળમાં પુસ્તકના પાના વિના ઉપદેશ કેમ અપાતા હશે તે સાંભળવાની કચ્છકોડાયના ધર્મ પ્રેમી અંધુએ અને બહેનાની ઉત્સુકતા હતી. શ્રી ગાંગજીભાઇએ પહેલેથી તે માટે ક્ષેત્ર તૈયાર કર્યુ અમારા તાર મલ્યા કે અમે અમુક સ્ટીમરમાં રવાના થઈ તમારી પાસે અમુક દિવસે આવીએ છીએ ત્યારે તા બહેન ભાઈઓના ઉલ્લાસના પાર નહાતા. જાણે પ્રભુ પધારે તે જેવા આનંદ આનંદ થાય તેવા આનંદના દીવડા બધા હૃદયમાં પ્રગટયા હતા.
અમે પહોંચ્યા. પંડિત લાલન સાહેબનુ ભાવપૂર્વક સામૈયુ' થયું. ધમ શાળામાં આવ્યા અને પંડિતજીએ એવી સુધાભરી મધુરી વાણીમાં થાડું વિવેચન કર્યુ. અને બધા બહેન-ભાઈએ તા ખૂબ ખૂબ હર્ષિત થયા. ધન્ય ભાગ્ય !
ધન્ય જીવન! ઉચ્ચારવા લાગ્યા.
બીજે દિવસે ‘મનુષ્યજન્મનુ' કર્તવ્ય ' એ વિષય પર પંડિતજીનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું. અને આ રીતે હંમેશા જુદા જુદા વિષય પર પંડિતજીએ વ્યાખ્યાના આપ્યાં. કચ્છ-કોડાયના જૈન-જૈનેતર બહેન-ભાઈએ તા પંડિતજીની અમૃતવાણી સાંભળવા ઉમટી પડતા અને ધર્મશાળા પણ હવે તે બહુ ટુંકી પડવા લાગી. એટલું જ નહિ પણ આસપાસના ગામામાં પંડિતજીના વ્યાખ્યાનના સ ંદેશ પહેાંચી ગયા. પછી તે નાગલપુર, માંડવી, રાયણ, નવાવાસ,