________________
( ૨૮૪ )
પંડિત લાલન
સેંકડા ભાઈઓએ એમના વ્યાખ્યાન માટે વિરોધ કરેલો પણ શીવજીભાઈએ વિરોધથી જરાય ગભરાયા નહીં, એમણે નિર્ભયપણે સિંહસમી ગર્જનાએ પિતાનું ભાષણ કર્યું. આખી સભાએ આક્રીન આક્રીનના પોકારેથી એમને વધાવી લીધા અને એમને વિરોધ કરનારાઓએ પણ એમને પગે પડી ચરણે શિર રાખી પિતાની ભુલને પસ્તા કર્યો.
શ્રી શીવજીભાઈ અને મેં અનેક સભાઓમાં સહ પ્રવચને કર્યા છે. સં. ૨૦૦૯ ના પર્યુષણ પારોલામાં સાથે રહી ઉજગ્યા છે. હું વ્યાખ્યાન વાંચું અને શ્રી શીવજીભાઈ પ્રવચન કરે. ખાનદેશના ભાઈ–બહેનેએ આ પર્યુષણમાં ખુબ ખુબ આનંદ મેળવે છે.
આવા શ્રી શીવજીભાઈ પૂજ્ય પંડિત શ્રી લાલન સાહેબના પવિત્ર સંસ્મરણે પ્રગટ કરે છે. તે માટે તેમને ધન્યવાદ. ગુરૂ પ્રત્યેની સાચી ફરજ એમણે બજાવી છે.
ક્ષમાનંદ (આ પત્ર લખનારનું નામ છે. ક્ષમાનંદજી. તેઓ શ્રી અચલગ૭ના આચાર્ય પૂજ્ય શ્રી જીતેંદ્રસાગરજીના વિદ્વાન શિષ્ય છે. તેઓ અજોડ વક્તા છે. વિચારક છે. અને શાસનપ્રેમી છે. અંચલગચ્છનું તેમને અભિમાન છે. અને તેના ઉત્કર્ષ માટે બનતું કરવા હંમેશા તત્પર રહે છે.)