________________
-
-
પંડિતજીની પ્રતિભા
( ૨૮૭) પંડિતજી અનેક ભાષા જાણતા હતા,
પં. લાલન લગભગ ૧૦) ભાષાઓના જાણકાર હતા. કદિ નવરા તે બેસે જ નહિ. હજામત કરાવે તે પણ કોઈ વિદ્વાન વાણુંદ પાસે પસા કરાવે નહિં. ઉધડક ધાર્યાથી વધારે આપે. બચ્ચાઓ સાથે ખૂબ ખીલે. ગેલ કરે અને રમુજી પ્રશ્નોત્તર કરે બાળકને ગુરૂ બનાવે અને તે ચેલા બનીને બાળકને પ્રશ્નોત્તર કરે. એમાં ખૂબ રસ લીએ. બચ્ચાને મીઠાઈ ખવરાવે, બિસ્કીટ પીપરમેંટ ખવરાવે પોતે પણ ખાય.
જે વસ્તુ ખરીદે તે ઉત્તમોત્તમ ખરીદે લાલન એટલે એક મનુષ્યના રૂપમાં દેવ. પૈસાની ગણત્રીમાં Accurate તેવા જ ઉદારતામાં બેહદ. આશિષ આપે તે હાંડા ભરી ભરીને લેનારને શોધી શોધીને પણ આપે લાલન એટલે લગનીવાલા. પણ લગની શાની? વીતરાગના પ્રશમ રસની, ઉપશમ ભાવની સમતામય શ્રેષ્ઠ જીવનની. આ મારો જાતિ અનુભવ છે કે
અચ્છાબાબાને જાતિ અનુભવ દાનથી જીવન શોભાવનાર વ્યક્તિ તે ૫. લાલન. જ્ઞાનથી જીવન શોભાવનાર વ્યક્તિ તે પં. લાલન. જ્ઞાન સાથે ક્રિયાથી જીવન શોભાવનાર વ્યક્તિ તે પં. લાલન,
કેવળ-ગુણગ્રાહી દષ્ટિવાળા અને સામાયિક વ્રતના પરમ ઉપાસક તેમજ દોષ જોવાની આંખે આંધળી વ્યક્તિ તે પં. લાલન,