________________
પંડિતજીની પ્રતિભા
( ૨૧ ). છે. હવે ચક્ષુ તે મુડદાને પણ છે છતાં તે નકામી છે. બાલકને પણ છે છતાં તે પણ પરીક્ષા કરી શકતી નથી. પરીક્ષા ઝવેરી જ કરી શકે છે. એટલે હીરા કરતાં ચક્ષુની કિંમત વધારે અને ચક્ષુમાં પણ ઝવેરીની ચક્ષુની કિંમત વધારે. ઝવેરીની ચક્ષુ, તેની કિંમત આંકી શકવાનું તેનામાં જ્ઞાન છે માટે તે તેથી વધારે કિંમતી છે.
હીરાની કિંમતને બધે આધાર ઝવેરીના જ્ઞાન ઉપર અવલંબિત છે. એટલે ખરેખરી કિંમતી વસ્તુ દુનિયામાં જે કઈ હેય તે તે જ્ઞાન જ છે. પછી તે વસ્તુનું હોય, વ્યવહારનું હોય, નિશ્ચયનું હોય કે ગમે તેનું હાય. ખરું જ ४युं छे -नहि ज्ञानेन सदशं पवित्र निह विद्यते ॥ ज्ञानमेव परब्रह्म । ज्ञानमेव परंज्योतिः ॥ સમ્યક્દશને જ્ઞાન ચારિત્રાણિ મોક્ષ માગ
તવાથધિગમનું પ્રથમ જ આ માંગલિક સૂત્ર કમાલ છે ખરેખર આ મુક્તિનો માર્ગ જ છે. પહેલું જ અનેક શાસ્ત્રોને નીચેડ છે, આધ્યાત્મિક શાસ્ત્રોનું નવનીત માખણ છે. અજ્ઞાનના ગાઢ અંધકારમાં જ્ઞાનભાનુના પ્રખર કિરણે જ કામ કરે છે, ભવભ્રમણનું કારણ મોહનીય કર્મ છે, અને મોહનીયનું કારણ કેવલ અજ્ઞાનતા છે, જ્ઞાન થતા જ તે જ સમયે અજ્ઞાન દૂર થઈ જાય છે. પ્રકાશ આવે કે અંધકાર દૂર પલાયન કરી જાય છે, તેમ જ્ઞાન થતાની સાથે જ અજ્ઞાન વિલય થઈ જાય છે.
ખરેખર જ્ઞાનની તે બલિહારી જ છે.