________________
પંડિતજીની પ્રતિભા
( ૨૯૩) સજે. માનવ જીવનને ધન્ય બનાવે આદર્શ બને અને સંતતિને પણ આદર્શ બનાવી જીવન સફલ કરે. એજ.
લી. સેવક,
અચ્છાબાબા-જામનગર (આ પત્ર લખનારનું નામ છે, અચ્છાબાબા. તેઓ જામનગરના વતની છે. તેમને પંડીત શ્રી લાલન સાહેબ સાથે ખૂબ પરિચય થયો છે. તેઓ વિદ્વાન છે અને સેવાપ્રિય છે.)
શ્રીમાન પરમ હિતૈષી મુરબ્બી ભાઈશ્રી શીવજીભાઈ દેવશીની સેવામાં
| મુ. ભાવનગર એમ તો આપણે ચાર વખત મળેલાં પણ તે સ્મરણમાં ન હેય તો પણ એક બીજાના નામથી અથવા અક્ષરદેહથી પરસ્પર જાણુતા છીએ. આપની એકેએક કૃતિ મારા સંગ્રહાલયમાં છે.
આપના તરફથી જાહેરાત વાંચી આપને સંબંધ શ્રીમાન લાલન સાહેબની સાથે ગુરુશિષ્ય જેવો હતો. આપ તેમને ઉચ્ચ દષ્ટિથી જોતા હતા તે વ્યક્તિ તેમના સ્વર્ગવાસ પછી ઘણા વર્ષને આંતરે મરણું થાય છે મોડું થયું, તે કારણ જાણવું નથી પણ સ્મરણ થવા કરવા માટે ધન્યવાદ!
શ્રી લાલન સાહેબને સમ્પર્કમાં ઘણી વખત આવેલ છું, તેમણે સન. ૧૯૧રમાં મને પત્ર લખ્યો હતો. તેને ૪૭ વર્ષ થયા સંભાલ પૂર્વક રાખી રહ્યો છું, તેની નકલ અને પત્ર સાથે મોકલું છું આપને ઉપયોગમાં આવે તે મેટર ઓછું વતું કર્યા વગર છપાવી