________________
મૃત્યુ મરી ગયું રે લોલ
( ૧૭૩ ) તેઓ દિવ્ય દષ્ટિથી જોતા હતા. ધ્યાનમાં મગ્ન રહેતા. શરીરના રે તરફ તદ્દન બેપરવા હતા, જીવનદર્શન, આત્મ-દર્શન, વિશ્વપ્રેમ, આત્માની મિત્રતા, આત્મચિંતન, વગેરેની વાતે ખૂટતી નહિ, જે કઈ આવે તે નવી દષ્ટિ લઈને જાય. એ હંમેશા જ્ઞાનદૃષ્ટિથી વિચારતા અને છેવટની ઘડી સુધી તેમણે પંચપરમેષ્ઠીનું ધ્યાન ચિંતન મનન રાખ્યું હતું.
છે શાંતિના જપ તે ચાલુ જ હોય અને જાણે મૃત્યુની અરે સ્વર્ગના દરવાજા ઉઘડવાની રાહ જોઈને બેઠા હોય મસ્ત ગીની જેમ તૈયાર જ હતા. * સંવત ૨૦૧૦ ના માગશર સુદ ૧ ના દિવસે સવારના પાંચ વાગે પંચપરમેષ્ટિનું સ્મરણ કરતાં કરતાં પૂજ્ય પંડિતજીએ આ નાશવંત દેહને ત્યાગ કર્યો અને આત્મસમાધિમાં લીન થઈ ગયા. પિતાના જીવનને ધન્ય બનાવી ગયા અને વર્ષોની તેમની પ્રભુભક્તિ, અધ્યાત્મદષ્ટિ, સંતસમાગમ, સેવા, તેમની ઉચ્ચ કામનાઓ એવી તે વિશુદ્ધ બની ગઈ હતી કે તેમની પવિત્ર આંખડીઓ, મધુર સુધાભરી વાણી અને વિશુદ્ધ વર્તન તેમજ પરમ પ્રેમના નિર્મળ અમી ઉછળી રહ્યાં. એ તે ગૃહસ્થવેશે સાધુ હતા, બ્રહ્મચારી હતા, સંત હતા, આત્મજ્ઞાની હતા, તેમ છતાં પંડિતજી વિનમ્રસેવક અને આજીવન ભેખધારી વિશ્વપ્રેમી મહા માનવ હતા.
સન ૧૯૫૩ ના ડીસેમ્બરની તા. ૭મીએ આ જગતની તેમણે વિદાય લીધી. અને પિતાના જાગૃત આત્માને