________________
( ૨૪૦ )
પંડિત લાલન
ચયમાં હું આવી શક્યા નથી. તેમ છતાં ભાવનગર, વડેદરામાં તેમના જાહેર પ્રવચનમાં હું હાજર રહ્યો હતો, તેવું
સ્મરણ છે. “સામાયિક વેગ ઉપર તેમનું વક્તવ્ય હતું તેમ યાદ આવે છે. “સવક્તા બને” એવું પુસ્તક વાંચ્યાનું
મરણ થાય છે. તેમણે તેમની ૯૧ વર્ષની વયે મને ૨-૪ કાગળ લખ્યા હતા, જે અત્યારે મારી સામે નથી. એ કાગળો વડોદરા રાજ્ય તરફથી પહેલાં બહાર પડેલા અને પાછળથી અલભ્ય થયેલાં. પાતંજલ યોગદર્શન (મરાઠી ભાષાંતર સાથે) તથા સમાધિ શતક પુસ્તક મેળવવા માટે હતા. આથી મહારા મન પર એવી છાપ પડી હતી કે વૃદ્ધાવસ્થામાં પણ તેમને સામાયિક, યોગ, સમાધિ જેવા આધ્યાત્મીક વિષય પર ઉત્કટરૂચી હેવી જોઈએ. પત્રકાર તેમની સરલતા પણ જણાતી હતી. આશા છે કે તમે તેમની જીવનયાત્રાના પ્રસંગે જાણવા ગ્ય પરિચય જગતને આપશે. તમારા જીવન-પ્રસંગે કુદરતી રીતે તેમની સાથે જોડાયેલા હતા. '
આ કાર્યથી વિશેષ કૃતજ્ઞતા પ્રકાશમાં આવશે, તથા જેન, જૈનેતર સમાજને તેમાંથી ઘણું જાણવવાનું મળી આવશે તેમ ધારું છું.
આપને વિશ્વાસ,
પં, લાલચન્દ્ર ભગવાન ગાંધી (આ પત્ર લખનારા જૈન વિદ્વાન છે. તેઓ વડોદરામાં રહે છે અને જ્ઞાનને પ્રચાર કરે છે.)