________________
પંડિતજીની પ્રતિભા
(૨૪૭) મઢડા તરફ આવ્યા ત્યારે ત્યાં આપશ્રીને ખબર મળ્યા કે, ૫, લાલનસાહેબ યુરેપની મુસાફરીએ જાય છે. એમનું જીણું શરીર ૮૪ વર્ષની અવસ્થા અને યુરોપની મુસાફરીને વિચાર કરતાં આપશ્રીનું તે તે વખતે જાણે લેહી જ ઉડી ગયું ને દિગમૂઢ જેવા બની ગયા. ખૂબ આઘાત લાગ્યો. અમે આપને કહ્યું કે “આપ પૂ. બાપુજી લાલનસાહેબ પાસે જઈ તેમને સમજાવીને ત્યાં જતા અટકા” પણ આપને તે પુરી ખાત્રી હતી કે, પૂ. બાપુજીના નિશ્ચયને ફેરવવા કેઈનામાં તાકાત નથી. એઓ યુરેપ ગયા અને એ યાત્રા પુરી કરીને સહી સલામત રીતે આપણી વચ્ચે પાછા આવી ગયા.
સંવત. ૧૯ ની સાલમાં ફરી પૂ. બાપુજી કેડાય પધાર્યા. તે સમયે મુનિ વિદ્યાવિજયજી પણ મહિને દિવસ રોકાયા હતા. ત્યારે અહીંના જનસમુદાયને ધાર્મિક પ્રવૃતિમાં જોડવા સતત ઉપદેશ આપતાં અને સામાયિક વગેરે શુભ પ્રવૃત્તિઓ કરવા કરાવવા સદા અપ્રમતપણે મંડયા રહેતા. આટલી વૃદ્ધઅવસ્થાએ જરા પણ ગ્લાની કે થાક ન અનુભવતા
સં. ૧૯૮ ની સાલમાં પૂ. બાપુજી અમદાવાદ હતા ત્યાં એમને એપેન્ડીસાઈડની વ્યાધિ થઈ અને આપશ્રીને મઢડા તાર આવ્યું અને તુરત જ રવાના થવાની તૈયારી કરી. હું પણ ત્યાં હતી, અને પૂ. બાપુજીને મળવા ઈચ્છા બતાવીને તૈયાર થઈ. સાથે પારાલાવાળા માણેકજીભાઈ પણ આવ્યા. આપણે ત્રણે અમદાવાદ પહોંચ્યા અને પૂ. બાપુજીને મળ્યા. ત્યારે એમને પિટમાં સખ્ત દર્દ થતું હતું. એ જોઈ