________________
પંડિતજીની પ્રતિભા
( ૨૧ ) હતું અને જઈફ વયના બારણું ઠોકતા લાલનસાહેબ એક નવયુવાનને છાજે એવી અદાથી ગણત્રીના દિવસેમાં તૈયારી કરીને જૈન ધર્મને સંદેશ આપવા ત્યાં પહોંચી ગયા હતા. | મુંબઈની શ્રી મોહનલાલજી લાયબ્રેરીમાં પંડિતજીએ જે સાહિત્યરૂપી વારસાના કબાટે સેપ્યા છે એ ઉપરથી તેઓશ્રીના બહોળા વાંચનને, અનુભવ અભ્યાસને ખ્યાલ સહજ લાભી શકાય છે. ખરેખર પંચાણું વર્ષે પણ તેઓ યુવાન હતા. વય ભલે દશકા કુદાવી રહી હોય, પણ જેના હદયની ધગશ એટલી તે જાગૃત દશામાં હતી કે એની સરખામણીમાં નવલેહીઓ ભાગ્યે જ ટકી શક્તા. નિરાશા તેમને કદી સ્પશીં શકી નથી, અને કાર્યરત દશાથી તેઓ કદી પાછા હઠ્યા નથી. દેહથી ભલે પંડિતજી સામે ન હોય પણ તમન્નાને તનમનાટભરી વાણું પીરસનારરૂપે એ અમર રહેવાના.
મેહનલાલ દીપચંદ ચોકસી (આ પત્રના લખનારાને જેન બચે એમ નહિ કહે કે હું તેમને ઓળખતું નથી. તેઓ સેવાપ્રિય છે અને સમયના જાણનાર છે. તેમનું નામ છે મેહનલાલ દીપચંદ ચેક્સી. તેઓ જેને મળે છે તે તેમને બની જાય છે.)
૩૩.
મુલુંડ, તા. ૪--૫-૫૯ સોમવાર પરમપકારી સદા આનંદી પૂજ્ય શિવબાપુની પવિત્ર સેવામાં,
આપશ્રીજીને કુશળ પત્ર ઘણું દિવસ ઉપર મળ્યો હતો. પરંતુ મારાથી પત્ર પ્રત્યુત્તર લખાયું નહિ. તે બદલ ક્ષમા ચાહું છું. ક્ષમા કરશે.