________________
પંડિતજીની પ્રતિભા
( ૨૫ )
વાથી આત્મા જાગ્રત થઈ જાય છે. એમનું જીવન દિવ્ય હતું. આત્મતિ સદા ઝગમગતી હતી. એમના દિવ્ય ચહેરા પર આનંદ અને શાંતિ ઝગમગતી હતી. એમના દિવ્ય સમાગમથી મને ઘણું જ લાભ થયે છે. મને દિવ્ય પ્રેરણા મળી છે. મારા ઉપર એમને ઘણું જ ઉપકાર છે. હું ખૂબ ઋણી છું.
તેઓશ્રીએ વિલાયત અમેરીકા જેવા દેશોમાં પણ જઈને ખૂબ જ જૈનધર્મને પ્રચાર કર્યો છે. તેમની સમજાવવાની દિવ્ય શક્તિથી તેઓશ્રીએ ત્યાંના રહેવાશી ઉપર જૈનધર્મની સારી છાપ પાડી છે. ઘણાને માંસ મદિરા છોડાવ્યા છે. સમકિત અને બાર વ્રતને મહીમા સમજાવી ઘણાને સમકિતી તથા વ્રતધારી બનાવ્યા છે. મારી પાસે ત્યાંની વિગતેનું વર્ણન કરતા અને ક્યારેક વિદથી એમ કહેતા કે અંગ્રેજી અભ્યાસ જે કર્યો હતો તે જૈનધર્મને પ્રચાર કરવા જૈન સિદ્ધાંતે સમજાવવા હું તમને ત્યાં લઈ જાઉં એવી ભાવના થઈ જાય છે પણ મારે અભ્યાસ ન હેવાથી એ લાભ હું ન લઈ શકી. એઓશ્રી જૈન સમાજમાં એક મહાન વ્યક્તિ હતા. ઓળખનારાએ ઓળખ્યા હતા. ગૃહસ્થ વેષમાં હતા છતાં ત્યાગી જેવું જીવન ગાળતા. વૃદ્ધ છતાં એક નાનામાં નાના બાળક જેવા નમ્ર અને કોમળ રીતે વર્તન કરતા. સદા આત્મ મસ્તીમાં મગ્ન રહેતા.