________________
પંડિતજીની પ્રતિભા
(ર૭૫ )
આપણે સિદ્ધાર્ણ, બુદ્ધાણં સૂત્રમાં બોલીએ છીએ કે, ભગવાન શ્રી વર્ધમાન સ્વામીને એક જ નમસ્કાર કરવા વાળા પુરૂષ હોય કે સ્ત્રી હોય તે આ સંસાર સાગર તરી જાય છે. આપણે આજ સુધીના અનેક જન્મોમાં અનેક નમસ્કાર કર્યો હશે અને આ જન્મમાં પણ ઘણા નમસ્કાર કર્યો છતાં સંસાર સાગરને પાર પામ્યા નથી. એથી એ સમજ વાનું કે, આપણા નમસ્કાર શાસ્ત્ર માન્યભાવ નમસ્કાર થયા નથી પણ આ દ્રવ્ય નમસ્કારમાં જ ભાવ નમસ્કાર લાવવાની તાકાત હોવાથી આપણે હતાશ ન થતાં આ દ્રવ્ય નમસ્કાર દ્વારા ભાવ નમસ્કાર મેળવવાની શક્તિ કેળવવી જોઈએ.
આજે પણ ૩૦ સામઈક એટલે એક અહેરાત્રીને પષધ કરાય તે મુક્તિ યોગ્ય સામગ્રી અવશ્ય એકઠી કરી શકાય પણ તે સામાઈક પષધ) શુદ્ધ સામાઈકરૂપે થવા જોઈએ.
સામાઈકમાં કર્મને સૂરે કરવાનું, પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રી કેળવવાનું, આત્માને સમતા રસમાં ઝીલાવી એને કૃતાર્થ કરવાનું તેમ મુક્તિના 5 દળીયા મેળવી આપવાનું અમાપ સામર્થ્ય છે.
સામાઈક એ બાલ, વૃદ્ધ, યુવાન, સ્ત્રી કે પુરૂષ વિના કષ્ટ આચરી શકે એવી સાદી અને સરલ ક્રિયા છે. એમાં કષ્ટ થોડું અને લાભ ઘણે છે.
ઇંદ્રિયને કાબુમાં રાખવા, કષાયો ઉપર વિજય મેળવવા, મનની એકાગ્રતા કેળવવા, માનાપમાન રાગ-દ્વેષ અને શુભા શુભ ઉદય વખતે સમાનતા જાળવવા માટે સામાઈક એ સુંદર અને સહેલો ઉપાય છે,