________________
( ૨૭૮).
પંડિત લાલને વિચાર પર આવ્યો, અને તે પ્રમાણે પૂજ્ય પંડિતજી સંબંધેનું લખાણ આ સાથે મોકલાવું છું. - આપે ટીકીટ મોકલાવીને તે લખાણ મોકલવા માટેનું વોરંટ જ મલાવ્યું છે. કૃપા કરી ફરીથી એવું વોરંટ ન કાઢતા. આપની ઈચ્છાનો આ જીવનમાં અનાદર થાય તેમ છે નહીં. આપના પ્રત્યે દેખાવને પ્રેમ નથી, આંતરિક પ્રેમ છે.
પારેલાના દિવસો જીવનભર વિસરાય તેમ નથી. તે વખતે આપણે આંતર એક્તા સાધી છે. ઈશ્વરની કૃપા અને પૂજ્યપાદું ગુરૂદેવની કૃપાએ તેમાં ભેદ પડવાને નથી.
આપ શાંતિમાં હશે ? તબિયત સારી હશે ? બાકી તે આપ જ્યાં પણ હશે ત્યાં આનંદ આપની સાથે જ હશે. “અબધુ સદા મગનમેં રહેના” એ સિદ્ધાંતને આપે અપનાવ્યો છે, અને આનંદ, લહેર, મજ એ તોએ આપને અપનાવ્યા છે.
મારી જંજાળો, ઉપાધિઓ કઈ અશુભ તત્વની નથી. પ્રતિછાના મુહુર્તો, તેના સરસામાનની નોંધે, તેને લગતા પત્રવ્યવહારના જવાબે, દોરવણીને લગતા પત્રો એ વિગેરેને લગતી છે. બીજી નહીં જ. એજ. પેસ્ટકાર્ડથી જ પત્ર પહોંચ્યાની પહોંચ લખશે.
લી. આપના ક્ષમાનંદજી અજાત શત્રુ-કમળ વિદ્યાવંત,
પંડિત શ્રી લાલનસાહેબ પૂજ્ય પંડિતજી શ્રી લાલનસાહેબ માટે જ્યારે જ્યારે પણ વિચાર કરવાને મને સમય સાંપડ્યો છે ત્યારે ત્યારે મહા પુરૂષે માટેની એક તે આ ઉક્તિ હંમેશાં યાદ આવી છે,