________________
( ૨૦ )
પંડિત લાલન અનેક સાધુ-સંત, સન્યાસીઓ તથા જૈન મુનિવર્યોને સહવાસમાં આવતા, પણ એમને આત્મા ઠરે એવું સ્થાન હજી એમને પ્રાપ્ત થયેલું નહીં. એ જ સમય દરમ્યાન ભક્ત કવિ શ્રી શીવજીભાઈ દેવસિંહ શાહના પ્રયાસથી કચ્છમાંડવીમાં જૈન બાલાશ્રમની સ્થાપના થઈ. એ બાલાશ્રમ માટે એક સારા સંસ્કારી ધાર્મિક શિક્ષકની જરૂર હતી. પંડિત લાલનસાહેબના પ્રસંગ પરિચયમાં શ્રી જયચંદભાઈ સારી રીતે આવેલા અને એમના ત્યાગમય જીવનને લાલનસાહેબને પુરો ખ્યાલ હતો એટલે એમણે જયચંદભાઈને “ જનસેવા તે જ પ્રભુસેવા” એ સિદ્ધાંત સમજાવી માંડવી બાલાશ્રમના ધાર્મિક શિક્ષક તરીકે પિતાના જીવનની સફર ળતા કરવાની દરવણી આપી.
શ્રી જયચંદભાઈને પંડિતજીની વાણીએ આકર્ષ્યા અને એએ બાલાશ્રમના ધાર્મિક શિક્ષક તરીકે જોડાયા. ગ ક્રિયા કરે, એક વખત જમે. પિતાનાં કપડાલતા માટે અને પિતાના ગરીબ ભાઈને મદદ કરવા માટે માત્ર પાંચ રૂપીયા પગાર . માંડવી બાલાશ્રમે પિતાનું સ્થાન બદલ્યું. અબડાસા તાલુકામાં નલીઆ ગામે એ બાલાશ્રમ ગયું. સંસ્થાના સંચાલકોને જયચંદભાઈની યોગ્યતા અને નિઃસ્વાર્થ પરાયણતાને પુરે ખ્યાલ આવે. જુના ગૃહપતિને રજા આપી, શ્રી જયચંદભાઈને ગૃહપતિ તરીકે નિયુક્ત કર્યા. શ્રી જયચંદભાઈને ત્યાગી અને સેવાપરાયણ જીવનની સમાજ પર ભારે છાપ પડી. સંસ્થાને લાખ રૂા. દાનમાં મળ્યા અને સંસ્થા પુરેપુરી પગભર બની.