________________
( ર૭૦)
પંડિત લાલન .
તે બદલ સમસ્ત કરછી જન સમાજ આપની મંડળી અને એની મારફત પંડિતજીને સદાય રૂણ રહેશે.
બંધ ગળાને હાફકોટ, માથે સફેદ મોટા વાળ ઉપર સફેદ ખાદી ટપીમાં સજજ થઈને, જુન્નરમાં મળેલ શ્રી
ન વેતાંબર કોન્ફરન્સના તેરમાં અધિવેશન વખતે યુવાનને પણ શરમાવે એવા જુસ્સાથી જયારે પંડિતજીને ભાષણ કરતા મેં પ્રથમ વાર જોયા અને સાંભળ્યા ત્યારે હું તે દીગઢ બની ગયે! એમના એ મનનીય ભાષણમાં જૈન, ધર્મ પ્રત્યે દઢરાગ. શાસ્ત્રને ઉંડે અભ્યાસ સ્પષ્ટ વકતૃત્વ પણું, પંડિતાઈ, નિડરતા, આદિ અતિ દુર્લભ ગુણોના મને દર્શન થયા, અને ત્યારથી મને એમના પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન થઈ.
દશેક વર્ષો પૂર્વે અમારા મકાનમાં રહેતા ભવ. વસનજી દામજી નાગડાના ઘરે પંડિતજીને એક રાત રહેવાનું થયું જે વખતે વસનજીભાઈએ એમની સાથે મારી ખાસ મુલાકાત થઇ હતી.
બાણ વર્ષની ઉંમરે પ્રજ્ઞાચક્ષુ પંડિતજીએ એક કલાકની મુલાકાત દરમ્યાન “સામાયિક” વિષે જે મનનીય અને સચોટ ધ્યાન આપેલ તેમજ સમાયિકની મહત્તા અને ઉપગીતા વિષે એમણે જે સમજણ આપી તે ખરે ખર અવર્ણનીય છે. આ અપૂર્વ મુલાકાત જવા બદલ હું વસનજીભાઈને રૂણી છું, અને પંડિતજીનું રૂણ તે કદિ વિસરાય એમ નથી.