________________
(૨૬૮ )
પંડિત લાલન જનતાને મળો, “લાલનસાહેબ” શું વ્યક્તિ છે, તેને વધુ સ્પષ્ટ ખ્યાલ ત્યારથી આવવા લાગે. હવે તેઓશ્રીના પિશાકમાં ધરમૂળનું પરિવર્તન થઈ ગયું હતું. લાલ રેશમની કાઠીઆવાડી ઢબની બાંધેલી પાઘડી, કાળા રંગને લાંબે ડગલે અને ખભે પછેડી. બસ આજ પોશાક એમણે પિતાના જીવનના લગભગ છેલ્લા દાયકા સુધી કાયમ રાખ્યો હતે.
ઈ. સ. ૧૯૩૦-૧૯૩૨ માં સત્યાગ્રહની ચળવળના કાળમાં પૂ. લાલનસાહેબ મુલુંડ મુકામે શ્રીમતી મીઠાંબાઈ ખેતશી શિવજી (સ્વ.) ને ત્યાં ત્રણ-ચાર અઠવાડિયા રહ્યા હતા. તે વખતે તેઓશ્રીનાં વ્યાખ્યાને મુલુંડમાં જૈન ઉપાશ્રય અને શ્રીમતી રતનબાઈ શાળાના હાલમાં વખતે-વખત યેજવામાં આવ્યા હતાં, જેને સ્થાનિક જનતાએ સારે લાભ લીધે હતે. એમના એ વ્યાખ્યાની ગોઠવણ કરવાનું સદ્દભાગ્ય મને પ્રાપ્ત થયું હતું.
ત્યાર પછીના વર્ષોમાં મુંબઈમાં પૂ. લાલનસાહેબના સમાગમમાં આવવાને લાભ અવાર નવાર મળ્યા જ કરતે.
અખંડ બ્રહ્મચર્યનું તેજ-બાળ એમના વ્યાખ્યાનમાં તેમજ એમનાં સામાન્ય વાણી વિલાસમાં સહેજે તરી આવતું જણાતું, વિદ્વતાની તો સીમા જ નહતી; અને વિનેદ પણ એટલે જ, પરદેશમાં અનેક વિદ્વાને અને તત્વવેત્તાઓને તેમણે પિતાના જ કરી લીધા હતા. એમના સ્વભાવની સરળતા અને આત્માની નિર્મળતાનું વર્ણન તે કયા શબ્દોમાં કરીએ? પિતાના માટે કંઈજ નહીં, બધું જ સમાજ માટે એવું જેમનું જીવન ધારણ અંત લગી કાયમ રહ્યું હતુ.