________________
પંડિતજીની પ્રતિભા
( ૨૬૭)
ભાઈદેવસિંહે પાલીતાણામાં સ્થાપેલ શ્રી કચ્છી જૈન બેડીંગમાં હું તાજો જ દાખલ થયે હતે.
થોડા સમયમાં જ હવાફેર અર્થે અમારી બેડીંગને ગામથી દેઢ-બે માઈલ દુર એક ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવી જ્યાં તંબુઓ નાખી પડાવ કરવામાં આવ્યો હતો.
લાલનસાહેબ પધારે છે” અમારા કેમ્પમાં ફડફડાટ થતે સંભળાવે. મારે મન કેઈ વિલાયતી સાહેબ આવનાર હશે. જોતજોતામાં જ એક અતિ પ્રભાવશાળી વ્યક્તિનું અમારા કેમ્પ પર આગમન થયું, અને પૂ. લાલનસાહેબના મને પ્રથમ દર્શન થયા.
સંસ્થાના સંચાલકોએ એમના સ્વાગત-સન્માન માટે પૂરો બંદેબરત કરી રાખ્યો હતે. ખૂલતા બદામી રંગની મલમલને સુતરાઉ કોરા યુક્ત લાંબે ઝબ્બે, માથે એજ રંગને સાફે સ્વામી વિવેકાનંદ પહેરવેશને ખ્યાલ આપતા હતા. અતિ તેજસ્વી અને આકર્ષક મુખાવિંદ, જાણે જોયા જ કરીએ. થોડા જ દિવસની સ્થિરતા બાદ તેઓશ્રીએ વિદાય લીધી, પણ પાછળ આકર્ષણ મૂકતા ગયા.
બે-ત્રણ વર્ષ પછી શ્રી શિવજીભાઈની પ્રેરણાથી પાલીતાણા ખાતે “શ્રી વીરશાસન આનંદ સમાજ * નામની સંસ્થાની સ્થાપના થઈ, જેના આશ્રય હેઠળ પ્રતિ વર્ષે એક સપ્તાહને ઉત્સવ ઉજવવામાં આવતે, દરરોજ પ્રભાતે પ્રાર્થના પ્રવચન અને સાંજે વિદ્વતા પૂર્ણ જાહેર વ્યાખ્યાને દ્વારા પૂ. લાલનસાહેબના વાણું-વિનોદને લાભ