________________
પંડિત જીની પ્રતિભા
( ૨૫૧ )
મારા અંગત મિત્ર શ્રી શિવજીભાઈ દ્વારા દિન પ્રતિદિન વધુને વધુ પોષણ મળતું રહ્યું.
- ત્યાર પછી તે શ્રી લાલન સાથે મારો પરિચય પણ જામી ગયે. અમારા પહેલા જ પરિચયને જામનગરને એક પ્રસંગ આજે મને યાદ આવે છે.
વિક્રમ સંવત ૧૯૭૨ ની સાલમાં હું પહેલ વહેલો જ જામનગર ગયે, એ જ દિવસે સેંડલ સંઘાડાના આંબાજી. મહારાજ એક સાવીને મોટી દીક્ષા આપવા માટે લેકાના અપાસરામાં જતા હતા, ત્યાં મને પણ પિતાની સાથે લઈ ગયા. દીક્ષાને કાર્યક્રમ સંપૂર્ણ થતા એમણે મને કંઈક બોલવા કહ્યું, મેં ના પાડી એટલે એમણે પોતે જ બેલવાની શરૂઆત કરી. બરાબર એ જ વખતે શ્રી લાલન પણ આવી પહોંચ્યા. મેં પ્રથમ જ એ વખતે એમને જોયા, અને સાંભળ્યા. આંબાજી મહારાજે અને અન્ય ભાઈઓએ એમને કંઈક બોલવાનું કહ્યું. લાલન ઉભા થયા અને એમની પદ્ધતિ પ્રમાણે પા કલાક લગભગ બેલ્યા. એમના પ્રવચનમાં એમણે આપણા સાધુ-સમાજની ભારે પ્રશંસા કરી અને એમને ભગવાન મહાવીરના “વાઈસરોય” તરીકે બિરદાવ્યા એ વખતે “વાઇસરોય” શબ્દ અતિ મોટી પદવીને સૂચક મનાતે.
હું પણ એ વખતે સંપૂર્ણ સાધુવેશમાં હતે. મને શ્રી લાલનની આ સરખામણી ગમી નહીં. હું એ દિવસે કંઈપણ ન બોલવાનું હતું, છતાં મનમાં ઉઠેલા કેઈ આવે