________________
પંડિતજીની પ્રતિભા
( ૨૫૩),
-
જાણ્યું છે. પરંતુ તેમને પ્રત્યક્ષ પરિચય માત્ર બેવાર થયો છે. એક તે આજથી ૪૦-૪૫ વર્ષ પૂર્વે તેમના એકપ્રવચનના શ્રોતા તરીકે અમદાવાદમાં અને બીજે અગાસ ખાતેના તેમના ઉતારાના એકાન્ત ખંડમાં. આજે એ બેઉ પ્રસંગે દષ્ટિની સામે આવીને ઉભા રહે છે.
અમદાવાદની વીસાશ્રીમાળીની વાડીમાં પીડિત લાલનનું એક પ્રવચન ગોઠવાયું હતું. થીઓસેફિકલ સેસાયટીના ઉપક્રમે તે કઈ તાત્વીક વિષય પર બોલવાના હતા. શ્રોતૃવગ કેવળ જિજ્ઞાસુઓને હાઈ પ્રમાણમાં નાનું હતું, પણ પ્રવચન સાંભળવામાં દર ચિત્ત બની ગયો હતો.
અમેરિકામાં અને ઈતર દેશમાં ભ્રમણ કરીને પંડિત લાલને જે કાંઈ નવું જોયું, જાણ્યું અને વિચાર્યું હતું તે શ્રોતાઓને આપવા તે હંમેશાં ઉત્સુક રહેતા. જૈન દષ્ટિ સાથે પાશ્ચાત્ય દષ્ટિનો સમન્વય. થાય એવા વિચારો તે દર્શાવતા અને દાંતે આપતા.
એ પ્રવચન દરમ્યાન તેમણે આપેલું એક દષ્ટાંત આજે બરાબર સાંભરે છે. કારણ કે તે દ્વારા તેમણે જે દૃષ્ટિ આપી હતી તે દષ્ટિ તેજ ક્ષણે મારા ચિત્તમાં કોઇ દેવગે વાલેપ થઈ ગઈ હતી.
દષ્ટાંત અને પ્રવચન આ પ્રમાણે હતાં.
એક અમેરિકન બાઈએ એક વાર લાલનને મળવા માટે મિત્રોને મેલાવો એક બાજુએ લાલનને માટે બેસવા ખુરશીને સામે મેજ હતું. મેજ પર શાહીને