________________
( ૨૫૮ )
પંડિત લાલન - ભાગ્યે જ કોઈ એવી સભા, જયક્તિ કે અન્ય પ્રકારનું સંમેલન હશે, અને એ વેળા તેઓ મુંબઈમાં હાજર હશે તે આવ્યા વગર રહ્યા હશે. હાજર હોય તે એમને સૌ કેઈ સાંભળવા આતુર બને. તેઓ પણ સમય જોઈને કંઈક નવું સંભળાવે. તેમનું આ કાર્ય જીવનના અંત સુધી ચાલુ રહ્યું હતું એમ કહેવામાં અતિશયોક્તિ નથી. હરવા-ફરવાની અને બોલવાની શક્તિ હતી ત્યાં સુધી એકાદ સૈનિકને છાજે તેવી ઢબથી તેમણે સમાજને પિતાના અભ્યાસને લાભ આપે છે. એકત્ર થયેલ સમુહમાં ગમે તે ગણગણાટ વતતે હોય પણ જયાં તેઓ ઉભા થયા કે સહજપણે શાન્તિ પથરાય. અમેરિકા તેમજ ઈગ્લાંડ આદિ દેશના પ્રવાસ દ્વારા જે નવી દષ્ટિ મેળવેલી એથી એમના વિવેચનમાં એની છાંટ જોવા મળતી અને અનેરી પ્રેરણા સાંપડતી. - જૈન દર્શન પ્રત્યે તેમને અનુરાગ દઢ અને સચોટ હતે. એના સિદ્ધાંતે સે ટચના સોના જેવા શુદ્ધ છે એમ જાણીને એને પ્રચાર વધે એથી જગતને લાભ જ છે એમ તેઓ માનતા. ઘણીવાર સાંભળવા મળતું કે-મારૂં તે સાચુ, કહેવા કરતાં સાચું તે હારૂં એમ વદવું યથાર્થ છે. ભગવંત મહાવીરદેવે “બાબા વચનામ પ્રમાણમ” કરવાની સલાહ આપી જ નથી. તેમણે તે અનેકાંત દષ્ટિરૂપ અમૂલ્ય ગજ આપે છે, જેનાવડે સર્વ વસ્તુ માપીને કિવા ભરીને લેવાની છે. અપેક્ષાને સામે રાખી, સમન્વય સાધવાને છે. અનુસંધાનમાં ઉદાહરણ ધરી દેતા કે આ કારણે તે પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિશ્વરજીએ “પક્ષપાતો એ વીરે” જે