________________
પંડિતજીની પ્રતિભા
( ૨૫૭)
ભાવિ પેઢી માટે ખરેખર આશીર્વાદરૂપ છે. તેઓના પરિ. ચયમાં વધારે સમય આવવાનું બની શક્યું નથી, છતાં જે કેટલાક પ્રસંગે સાંપડ્યા છે એ મારા જીવનમાં માઈલ સ્ટેનરૂપ નિવડ્યા છે.
પાયધુની ઉપર આવેલ માંગરાળ સભાન હેલમાં તેઓશ્રીનું ભાષણ સાંભળી, વકતૃત્વ શક્તિ ખીલવવાની મને પ્રેરણા પ્રાપ્ત થઈ. એ પછીથી “વકતૃત્વ કળા' ઉપરનું તેમનું લખાણ વાંચી એમાંથી જે સુંદર માર્ગદર્શન પ્રાપ્ત થયેલ છે એ મારા જીવન ઘડતરમાં બીજરૂપ હેવાથી હરગીજ ભુલી શકાય તેમ નથી. આજે મારામાં લખવાની કે ભાષણ આપવાની જે કઈ શક્તિ દષ્ટિગોચર થાય છે એમાં સબળ અવલંબનરૂપ તેઓશ્રીની ભાષણ આપવાની કળા અને વિષયને સમજાવવાની આવડત, તેમજ સ્પષ્ટ છણાવટ છે. નવા જિજ્ઞાસુઓને તેઓ સરળપણે અને સાદી ભાષામાં લેખન તેમજ વિવેચન સંબંધમા માર્ગદર્શન આપતા, થતી ભૂલો સુધારતા અને ખભે ઠોકી આગળ વધવાની હિંમત આપતા. ઘણીવાર કહેતા કે-કવિ જન્મે છે પણ ભાષણકાર કે વક્તા તે અભ્યાસના બળે જ તૈયાર થાય છે. શિખાઉની નિરાશાને ઉરાડવા, જરા હે મલકાવી, હાસ્ય કરી જોરથી પોકારતા કે ભલાભાઈ! નીતિકારે કહે છે-કે અભ્યાસવડે સર્વ કંઈ સધાય છે. ધ્યાન અને મૌન પણ એના વડે જ કરાય છે, અરે મુક્તિ પણ એ મેળવી આપે છે, તે વસ્તૃત્વની સાધના થાય એમાં શી નવાઇ ! કળીયાની માફક ઉદ્યમ જારી રાખ. .
૧૭