________________
પંડિતજીની પ્રતિભા
( ૧૫ ) બાકીની બધી જિંદગી સુંદર થવા નિમાયેલી છે. તે આપણા હાથમાં છે, તેથી તે એળે નથી ગઈ ! તે આશા ભર્યા. જીવન પટ પર નાના સરખા કષ્ટને ડાઘ શા હિસાબમાં છે? કેવળ એક ડાઘ પર દષ્ટિ રાખીને આખા જીવન પટને નકામું કે નિષ્ફળ માનવું એ જૂઠાણું ન લે તે જમાતે જરૂર માને ! ગાલીચાના એક ડાઘવાળા ટુકડાને કાપી કાઢે, અથવા એ ડાઘ પર એવા જ રંગનું અસતર ચડી દે, નજર સામેને ડાઘ દૂર થઈ જશે ! હણાયેલો ઉત્સાહ નવે સરથી પ્રગટ થશે. એક ડાઘને કારણે અવશેષ સુંદર વરતુને બગલી માનવીએ મિસ્યા દષ્ટિ છે. હાથમાંની સુંદર વસ્તુને સદુપયોગ કરવાની આપણી શક્તિની એ અવગણના છે.
આ દષ્ટાંત અને તે ઉપરથી તેમણે શ્રોતાઓમાં વાવેલું બેધબીજ મારી ચિત્ત ભૂમિમાં તે જ ક્ષણે ખરેખર વવાયું અને ઉછરી ગયું ! તે પ્રવચન સાંભળ્યાને ત્યાર પછી વર્ષો વહી ગયાં છે, એ બંધ બીજ કઈ અસાધારણ કે અલૌકિક પ્રકારનું કે અભૂતપૂર્વ નહતું છતાં તે ચિત્તમાં સજજડ ચોટી ગયું છે તે હકીકત છે.
- દુઃખાનુભવ, અણધાયુ” કણ, ગ્લાનિજનક પ્રસંગે કેટલીકવાર આવી ગયા છે. અને ઉભરાયા છે. ત્યારે એ પ્રવચન બીજ તરી આવીને ચિત્તને શાંત્વન આપનારૂં બન્યું છે. એ કઈ યોગાનુયોગ છે કે દેવયોગ છે, પણ મારે માટે તે પંડિત લાલનનું એટલું નાનકડું પ્રવચન બીજ અનેરૂં જીવનસંસ્મરણ બની ગયું.