________________
( ૨૫૪),
પંડિત લાલન
ખડી અને પેન તથા કાગળ હતાં. નીચે સુંદર-ગાલીચો બીછાવ્યું હતું. સામે હારબંધ ખુરશીઓ પર મળવા તથા લાલનનું પ્રવચન સાંભળવા આવેલા સંખ્યાબંધ મિત્રે બેઠા હતા,
પ્રવચન શરૂ થાય તે પહેલાં કેઈને હાથ અડકવાથી મેજ પર શાહીભર્યો ખડી ઉછળી નીચે પડ્યો. સુંદર ગાલીચા પર શાહી ઢળી અને છેડા પર મોટે ડાઘ પડ્યો. ગાલીચે મૂલ્યવાન હતા. તે બગડ્યો તેથી બાઈને એટલું બધું લાગી આવ્યું કે તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યા.
લાલને તેજ પ્રસંગ ઉપર મિત્ર સમક્ષ પ્રવચન કર્યું.
મિત્રો! આ સુંદર ગાલીચે અને તે પર શાહીને ડાઘ પડ્યો તેથી બહેનને બહુ દુખ થયું અને મને પણ દુખ થાત પણ ના, મને એનું દુઃખ લાગતું નથી! અને બહેન! તમે શા માટે દુઃખ માને છે? આવડા? મોટા ગાલીચાના છેડા પર એક ડાઘ પડ્યો, એ ડાઘ ગાલીચાના વિસ્તારના સેમા ભાગ જેવો નથી. નવ્વાણું ટકા ગાલીચે તે તેને તે જ સુંદર છે ! એ ડાઘ શા માટે છે અને બાકીને સુંદર બાલી ન જે ? કેવળ ડાઘ જેવો અને દુઃખ લગાડવુ એ મિથ્યા છે. શ્રમ છે. જીવનમાં પણ એ જ ભ્રમ માણસને પડનાર બને છે. જીવનમાં સંકટ આવ્યું કે માણસ રડી ઉઠે છે. અરેરે મારું જીવન બગડયું, મારી જિંદગી એળે ગઈ ! નહિ નહિ, ભાઈલા! જિંદગી પર માત્ર એક ડાઘ પડ્યો છે,