________________
પંડિતજીની પ્રતિભા
(૨૪૯ )
જેથી પિતે અમર બનીને પિતાના અનુરાગીઓ માટે સુંદર બેધપાઠ આપી ગયા છે.
વાસના અને વિકારે રહીત બાળક જેવું પવિત્ર અને નિર્દોષ જીવન જીવનાર અને દુન્યવી આશા, પિપાસાએથી નિર્લેપ રહેનાર એવા એ મહા પુરૂષને મારા આત્માભાવે કેટશઃ હદય વંદન છે.
લી. અજ્ઞબાળા,
મિઠાંના હૃદયવંદન, (આ પત્રના લખનારા બાલ વિધવા છે, તેમનું નામ છે મીઠાબાઈ સંસ્કૃત-ગુજરાતી અને હિન્દીના જાણનારા છે. કરછ કોડાયના સદાગમ પ્રવૃત્તિ સંસ્થામાં વર્ષોથી રહે છે. કચ્છની સરોજની બહેનજી પાનબાઈને માતા સમાન ગણે છે.
પ્રથમ પરિચય
તા. ૧૬-૪–૫૯ સેનગઢ મહાવીર ચારિત્ર રત્નાશ્રમ,
મુનિશ્રી કલ્યાણચંદ્રજી શ્રી લાલન સાહેબના આત્મ-પ્રેમથી આકર્ષાઈને એમને પ્રસિદ્ધિમાં લાવનાર એમના ધર્મપુત્ર શ્રી શિવજીભાઈ સાચા ગુણગ્રાહક છે. લાલન સાહેબના અવસાન પછી પણ એમના પ્રત્યેની પિતાની ફરજ અદા કરવા તત્પર બનેલા શ્રી શિવજીભાઈને ખરેખર ધન્યવાદ ઘટે છે.