________________
(૨૪)
પંડિત વાહન
માસ્તરસાહેબ છોટાલાલભાઈ (વિશ્વવંદ્યના) તે તરફ લાલનસાહેબને ખૂબજ આદરભાવ અને માનની લાગણી ધરાવતા હતા. અને સમગ્ર સાધક સમુદાય, લાલનસાહેબ આ બન્નેને મુખ ઉપદેશક તરીકે માનતા અને પૂજ્યભાવ રાખતા હતા. એવા એ મહાન સદગુરૂનું સ્મરણકરી પાવન થઈએ છીએ,
છેલ્લે છેલે પાલીતાણામાં ધાર્મિક પ્રવૃત્તિ ગૌણ બનતી ગઈ અને રાજકીય પ્રવૃત્તિ પ્રધાન્ય બનતી ગઈ. તેવા પ્રસંગે પણ લાલનસાહેબે પાલીતાણાની પ્રજાને ધર્મ, અર્થ અને મોક્ષ માટે પણ રાજકીય સંબંધ શી રીતે મેળ ખાય. ખાદી, અસ્પર્શતા અને માનવ સેવા એજ પ્રભુસેવા છે. એવા ઉત્તમ ભાષણ આપી સૌને સ્વધર્મ સમજાવ્યો છે.
એવા પવિત્ર સંત સરળ સાધુ સ્વભાવના લાલનસાહેબ જેવી વિરલ વ્યક્તિના દર્શન દુર્લભ છે. પરમાત્મા એવા પરમ પવિત્ર સંતના ચરણ કમળમાં હર હંમેશ સેવક તરીકે રાખે એવી ભાવના રાખત
સંતના ચરણને સેવક,
પિપટલાલ માસ્તર
ના ભક્તિ અને પ્રેમવડે દૈવત સ્વીકારશે. (આ પત્ર લખનારા પાલીતાણાના વતની છે, બ્રાહ્મણ છે. સત્સંગ અને સેવાના રસીયા છે. રાજા અને પ્રજાના પ્રિય છે. ભક્ત છે તેમનામાં શ્રદ્ધા છે, ભક્તિ છે.)