________________
( ૨૩૮ ).
- પંડિત લાલન આપના ઉપર તેમને અંતરને રાગ હતે. વારંવાર કહેતા કે શીવ તે મારે દિકરે છે, તે એક હજાર જે છે.
આપ પણ તેઓ જીવતા હતા ત્યારે તેમની દરેક જાતની ફિકર રાખતા અને તેમના મૃત્યુ પછી પણ તેમના જીવન ચરિત્ર માટે આટલી મહેનત કરે છે. માટે આપનું જીવ્યું ધન્ય છે, તેને જેટલા વખાણ કરૂં તેટલા ઓછા છે.
લી. બહેન દેવકાબાઈના નમન, (આ પત્ર લખનારા બહેન દેવકાબાઈ કરછ નલીયાના વતની છે. વયેવૃદ્ધ છે, તેઓ ધર્મના પ્રેમી છે, સેવા પ્રિય છે.)
મુંબઈ, તા. ૧-૫-૫૯ પૂજ્ય બાપુજીની સેવામાં
ઘેઘાબંદર આપને પત્ર તથા તેની સાથે પૂજ્ય લાલનસાહેબની છપાવેલી પત્રીકા મળી. આપ એમનું જીવનચરિત્ર છપાવવા માગે છે એ જાણી હું ઘણે જ ખુશી થયે છું.
આપને અને એમને સંબંધ ઘણે જ ગાઢ હતે. અને તેઓ ગુણી અને સજજન પુરૂષ હેવાથી એમના ગુણની કદર તે જરૂર થવી જ જોઈએ. એ હિસાબે આપે જે વિચાર કર્યો તે પૂ. લાલનસાહેબના ગુણોની કદરરૂપે એમનું સન્માન છે. પૂજય લાલનસાહેબના ગુણોનું વર્ણન તે મારા જેવાથી થઇ શકે જ નહીં. તેઓ બહારના દેખા