________________
પંડિતજીની પ્રતિભા
( ૨૩૭ )
જીવનમાં જેને યાદગીરી મેળવવી હોય તેઓ હંમેશા આવા પૂજય બાપુજીની માફક સારા કામ કરતા રહે તેજ જન તાને હંમેશા સાલ્યા કરે, આવા પ્રેમી પુરુષ હંમેશા જગતમાં જીવતા જાગતાજ ગણાય. વધુ શું એમનું વર્ણન કરૂં? એઓ જરૂર કયાં ઉંચ ગતીમાં બીરાજતા હશે. પણ આપણને કેણ સંદેશ પહોંચાડે અસ્તુ.
લીઆપને, - રવજી ખેરાજના નેહવંદન સ્વીકારશેજી. (આ પત્ર લખનારા ઘણા ભાગે કચ્છમાં જ રહે છે તેઓ વૃધ્ધ છે સત્સંગના રસીયા છે, ગુણાનુરાગી છે અને સેવા પ્રિય છે.)
મુંબઈ તા. ૨૦-૪-૫૯ પરમ ઉપકારી દયાળુ સન્માર્ગ દર્શક પૂજ્ય બાપુની સેવામાં,
આપને પત્ર પહોંચ્ચે આનંદ થયો.
પૂજય લાલન સાહેબમાં સરલતા ખૂબ હતી. નાના બાળકની પાસે પણ તેઓ આત્માની વાત કરતા.
એક વખત એમની કામળી કેઈ લઈ ગયે તે કહે, હવે તે ઓઢશે.
ઘણા વરસ પહેલા હું મઢડે આવી હતી ત્યારે તેમની સાથે સામાયક કર્યું, તેમાં મને ખૂબ આનંદ આવે.