________________
( ૨૩૬ )
પંડિત લાલન
(આ પત્ર લખનાર સત્સંગના રસીયા છે, જિજ્ઞાસુ છે અને સેવા પ્રિય છે.)
તા. ૧૪-૪-૫૯ મુ, ભાવનગર મધ્યે શ્રીયુત સુધાકરભાઈ શીવજીભાઈની પર માત્મા સદાય ચઢતી રાખે, કરછ કેડાયથી લી. આ૫નું શુભ ચાહનાર ભાઈ રવજી ખેરાજના ઘટીત વાંચશે, આપે શ્રી પંડિત લાલન સાહેબના જીવન ઉદ્દગારે વિષે ઉત્તમ ભેજના રચી છે, તેમજ મારા સાથે છેડો અનુભવ છે તે આપ સુધારીને લખી લેશે.
નીચે પ્રમાણે” શ્રી પંડીતશ્રીજી એક તેજસ્વી પુરૂષ હતા. તેમને ગરીબ કે તવંગરો પર સમાન ભાવ હતો. કચ્છ કેડાયમાં એઓશ્રી ઘણા વખત આવેલા. તેનું મુળ કારણ એ હતું કે અહીં સંસ્કૃતની પરાગત વ્યક્તિઓ હતી. તેથી એમને મળવામાં આનંદ આવતે. મારે એની સાથે ઘણા વખતને પરિચય હતે. જે વખતે એમના દેહ ત્યાગના સમાચાર મળ્યા ત્યારે કેડાયના ગૃહસ્થાને ઘણું જ શેક થવા લાગ્યા. તેમના માટે એક શોક સભા મારા પ્રમુખ પણે યોજાએલી ત્યારે ઘણાના દિલ અતીજ દુખાયા. એક વખત કેડાય આવ્યા ત્યારે બીમાર પડ્યા. ત્યારે મને તેમની સેવાનો મોકો મળેલ, તે માટે તેઓ ઘણા વખત યાદ કરતા.
જગતમાં આવા મહાન નરે તે જ્વલેજ હોઈ શકે,