________________
પંડિતજીની પ્રતિભા
( ૨૧ )
ઘાટકોપર, તા. ૨૫-૪-૫૯ સ્નેહી શીવજીભાઈ,
પંડિત લાલન સાથે મેં પરિચય સા. સને ૧૯૧૫ માં પ્રથમ તેમનું “સદવતા” પુસ્તક વાંચ્યું. પછી તેમને વારંવાર વક્તવ્ય આપતા સાંભળ્યા તેમને પશીઓ સાથેના પરિચયમાંથી જૈન તત્વજ્ઞાન અને યોગ વિષે તેમણે તારવેલા સંસમર ઉપર ઘણી વખત રસ ભરી ચર્ચાઓ કરવાને વેગ મને સાંપડયો હતો.
- શ્રીમદ્ રાજચંદ્રના પુસ્તક વિષે તથા તેમના શિષ્ય મુનિ લઘુરાજજી વિષે ખૂબ પૂજય ભાવપૂર્વકની રસીલી વાતે અમે કરી છે.
છેલલા વર્ષોમાં તેમણે આંખનું ઓપરેશન કરાવ્યા પછી થોડા દિવસ તેમની સેવાને લાભ લેવાતથા અધ્યાત્મની ચર્ચા કરવાની તક મેં લીધી હતી. એ વખતે ઘાટકોપરમાં મહારા નિવાસ સ્થાને તેમના જીવન પ્રસંગેના નીચેડને અનુભવ મને થયો હતે.
- જૈનદર્શન ઉપરની તેમની મમતા ગુણાનુરાગી સવભાવ તથા સંસારમાં રહી નિલેપ અવસ્થા માણવાની તેમજ સહજ ઈચ્છા મારે મન તેમના પ્રત્યેનું મોટું આકર્ષણ હતું.
પંચાણુ વર્ષની વયે પણ તેઓ શરીર અને મનથી તરૂણ ભાસતા.