________________
પંડિતજીની પ્રતિભા
( ૨૩૯ )
વથી તે ભલે ગૃહસ્થ હતા, છતાં અંતરમાં તે તેઓ એક સંત-મહાત્મા હતા. જેઓ એમના પ્રસંગમાં આવ્યા હશે તેઓ એમના ગુણોની કદર કરી શકે. તેઓ કેઈપણ દિવસ પરની નિંદા કરતા નહીં. તેમના પ્રસંગમાં આવનારાઓને હું ભાગ્યશાળી માનું છું. પ્રભુ મરહુમના આત્માને ચીરશાંતી અર્પે એવી પ્રભુ પ્રત્યે મારી નમ્ર અરજ છે. અમે સૌ કુશળ છીએ, આપશ્રીની કુશળતા ચાહું છું.
લીઆપના,
નરશીન સવિનય પ્રણામ સ્વીકારશે. (આ પત્રના લખનારા ક૭–વરાડીઆના વતની છે. તેમનામાં ઉત્સાહ છે, ઉદારતા છે, ચતુરાઈ છે. કઈક વર્ષોથી મુંબઈમાં વસે છે અને શેઠ વિસનજી માવજીની કંપની ચલાવે છે.
સં. ૨૦૧૫ ચિત્ર સુદ ૩ શનિવાર
વડોદરા, તા. ૧૧–૪–૫૯ સાક્ષર-શિરોમણું શ્રી શિવજીભાઈ પિગ્ય,
ભાવનગર, સાદર જયજિતેંદ્ર. વિ. તમારી તરફથી, ઘેઘાથી તા. ૩૧-૩-૫૯ ના લખાયેલું કવર–પત્ર પિચ્ચે જ સાથે પહોંચ્યું છે, તે માટે આભાર. જવાબમાં વિલંબ થવા માટે ક્ષમા કરશે. ૫. લાલન સંબંધમાં શું લખી શકાય? તે માટે વિચાર કરી રહ્યો છું. સદગત લાલનના વિશેષ પરિ