________________
( ૨૨૪)
પંડિત લાલન જાણે છે. માટે આપની સુચના અમલમાં આવતી નથી. તે બદલ દરગુજર કરશોજી.
અમારા તરફ સર્વેક્ષેમ, સંસ્થાનું કામ ઠીક ચાલેલ છે. મારો પુત્ર ચિ ચારૂભાઈ સર્વે દેખરેખ રાખે છે. બધા યના નમ્રતાપૂર્વક પ્રણામ. હાલ એજ.
ચતુરભાઈ પીતાંબર શહા (આ પત્ર લખનારનું નામ છે ચતુરભાઈ પીમાંબર તેઓ સાંગલીના વતની છે. બુદ્ધિવાન છે. ચતુર છે સેવા પ્રિય છે. શિક્ષણના પ્રચાર માટે તેમણે જાતી ભોગ આપે છે.)
સુરતથી લી. સાધ્વીજી નેમશ્રીજી, ચંપકશ્રીજી ઠાણા ૬ ભાનગર મ. પવિત્રાત્મા પૂ. શીવજીભાઈ દેવશીભાઈ,
બીજું લાલનસાહેબ માટે જૈનમાં આપે છપાવ્યું છે તે તે બાબત મારી સમજ પ્રમાણે જણાવું છું. જ્યારે દેહગામમાં સ્વર્ગસ્થ કેસરસરી મહારાજ મારું રહેલ ત્યારે અમારું પણું ચોમાસું ત્યાં હતું. ચોમાસામાં લાલનસાહેબ ત્યાં રહેલ ગુણશ્રીજી, રતનબેન પણ ત્યાં હતાં. બધા સાથે લલીતવિસ્તરા વાંચતા હતા. તે વખતે તેમની જ્ઞાન પ્રત્યે અભીરુચી, અર્થ કરવાની જીણવટ હજી પણ મારી નજર આગળ તરવરે છે. બાલાદપિ સુભાશિત ગ્રાહ્ય એ સૂત્ર એમના જીવનમાં વણેલ હતું. ભણાવતી વખતે સામાના હદયમાં કેમ વસ્તુ હશે તે તેમની અંતરવૃત્તિ જયારે એમના