________________
પંડિતજીની પ્રતિભા
( ૨૩૩) પંડિત ફતેહચંદભાઈ કપુરચંદ લાલન જામનગરના વિશા ઓશવાળ જ્ઞાતિમાં જન્મેલ હતા. મહાન વિદ્વાન હતા. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત આદિ ભાષાના નિષ્ણાત હતા. ધાર્મિક શાસ્ત્રનું વાંચન ઘણું જ વિશાળ હતું. તેમણે નાના-મોટા અનેક પુસ્તક લખેલા હતા. જેથી પંડિત લાલન એ નામથી પ્રસિદ્ધ હતા. વાંચન, અભ્યાસ અને મનનમાં ઘણા ઉત્સાહી હતા. ૯૨ વર્ષની ઉંમરે મારી પાસે એક નાના ઉત્સાહી, મહેનતુ અને ખંતિલા વિદ્યાર્થી જેમ ભેગના સંસ્કૃત પુસ્તક વાંચતા હતા. વાંચન વખતે તેમની નમ્રતા, વિનય, સરલતા અને લઘુતા જોઈને આપણું હૃદય શરમદુ બની જતું હતું. - તેઓ સાચા જીજ્ઞાસુ, ધર્મપ્રેમી, સરલ, તત્વચિંતક, તવશેધક અને સજજનતાની આદર્શ મૂતિ હતા. પર્શનના સારા અભ્યાસી અને પ્રખરવક્તા હતા. યુરોપ-અમેરિકાદિ પરદેશમાં પણ તેમણે પિતાની મીઠી ભાષામાં પાશ્ચાત્ય દેશના વિદ્વાન માણસના હૃદયમાં જૈનધર્મને અદભૂત પ્રભાવ પાડ્યો હતો. ક્યાંયે પણ પોતાની માન્યતામાં ભૂલ જણાય તે ઘણું જ સરલતાથી તે ભૂલને સ્વીકારીને તરત જ સુધારી લેતા. કેમકે તેમનામાં કદાગ્રહને અંશ પણ ન હતું. સરળતા અને ગુણગ્રાહીતાને અપૂર્વ ગુણ તેમનામાં હતું.
સામાયિક વ્રત ઉપર તેમને ઘણે જ પ્રેમભાવ અને ધર્મશ્રદ્ધા હતા. તેમનામાં ક્રોધ, માન, માયા અને લેભાત્રિ કષાયે ઘણું જ મંદ હતા. ઉપશમ, વૈરાગ્ય, પ્રેમ, ભક્તિ