________________
( ૨૩૨)
પિડિત લાલન
તેમના નામ સ્મરણથી ધન્ય મનુષ્ય બની શકે છે. આવા ગૃહસ્થ હોવા છતાં ગુણમાં સાધુ જેવા હતા. યુપને પ્રવાસ કરી જૈન ધર્મ માટે અનેકાન્ત ધર્મના મર્મને સમજાવી વિદેશીઓને તેઓએ આકર્ષ્યા હતા. એટલું નહીં પરંતુ ધર્મના અનુયાયી કર્યા હતા. તેવા પુરૂષ માટે મારે જે અલ્પરૂપ શું લખી શકે.
તેવા પુરૂષનું ચરિત્રચિર સમરણિય બની રહે તે માટે પ્રયાસ કરનારાઓને ધન્યવાદ આપી વિરમું છું. શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા લી. ગુણપૂજક ગાંધીચોક, ભાવનગર અભયચંદ ભગવાનદાસ ગાંધી
(આ પત્ર લખનારનું નામ છે અભયચંદ ભગવાનદાસ ગાંધી તેઓ વિધાન છે. સત્સંગના રસીયા છે. અને સેવાપ્રિય છે.)
છેતત્ સત્
તા. ૧૮-૪-૫૮ સદ્દગુણાલંકૃત, પરમ સ્નેહી, સન્મિત્ર શ્રીયુત શિવજી ભાઈની પુનિત સેવામાં
નેહ વંદનપૂર્વક લખવાનું કે પૂજ્ય લાલન સાહેબને પરિચય વધારે ન હોવાથી તેમના જીવન વિષે શું લખું? એ જ વિચારવા મુંઝવણ થાય છે. તથાપિ આપનું ફરમાન થવાથી બે શબ્દ લખી મોકલું છું તે સ્વીકારી લેશે