________________
પંડિતજીની પ્રતિભા
( ૨૩૧)
# શંખેશ્વર પાર્શ્વનાથાય નમો નમ:
વક્તા પંડિત શ્રી ફતેહચંદ કપૂરચંદ લાલન,
જેઓ પંડિત લાલન નામથી જેના કામમાં નહીં પરંતુ સર્વ પ્રજામાં જાણીતા સુપ્રસિદ્ધ હતા. એમને પરિચય થયેલ હોય તે જ તેમના મહાન વિકસ્વર આત્માને સમજી શકે, યત્કિંચિત જાણી શકે. તેઓ વિદ્વાન અને પ્રસિદ્ધ વક્તા હતા. પરંતુ તેઓ આત્મનિષ્ઠ આત્મરંગથી રંગાએલ હતા. તેમના જેવાના ચરિત્ર આ લખવા માટેનું મગનબાબા શ્રી શિવજીભાઈ પાસેથી સાંભળ્યું ત્યારે હૃદય નાચી ઉઠયું. ખરેખર તે પ્રયાસની જરૂર હતી, તે અમલમાં મુકાયું છે. તે માટે તેમને પ્રેરણા આપનાર મહાનુભાવને ધન્યવાદ ઘટે છે. તેઓશ્રીને પરિચય સાહિત્ય અંગે જીવનમાં ઘણીવાર મને પ્રાપ્ત થયા હતા. એ યાદ આવતા હૃદય દ્રવી જાય છે.
તેઓ સૌરાષ્ટ્રના દરિઆ કિનારે ભાવનગર સ્ટેટમાં આવેલ ગેપનાથ પાસે આવેલું નાનું ગામડું ઝાંઝમેરસૌરાષ્ટ્ર છે. ત્યાં શાંતિ લેવા આરામ લેવા મહીને બે મહીના રહેતા, અને આત્મશાંતિમાં મસ્ત રહેતા. આવા ગ્રામ્ય જીવનમાં બહુ ઉપાધી ન આવે તે માટે સ્થાન પસંદ કરેલું અને સાહિત્ય મંથન આત્મધ્યાનની સાધના સારી રીતે કરી શકાય તે હેતુ સાધ્ય કરતાં આવા એક આત્મનિષ્ઠ, સજન, સરલ, ભદ્રપુરૂષ બહુ અલ્પ પાકે છે.