________________
( ૨૨૮)
પંડિત લાલન
દલપતભાઈ, શેઠ અનુપચંદ મલકચંદ અને પંડિત લાલન એ બહારના નામવંત ગૃહસ્થ પધારેલા હતા, છટાદાર ભાષ
ની બાબતમાં પંડિતજી એક મોટું આકર્ષણ બની ગયા હતા. અને પંડિતજીનું નામ મહારાષ્ટ્રના ઘેર ઘેરમાં ગાજતું થઈ ગએલ હતું. એ પ્રસંગે મને એમને નજીકને પરિચય થવાને વેગ આવ્યો હતે. અનેક વિષય ઉપર અમોએ ચર્ચા કરી હતી. અને તેમના અધ્યાત્મલક્ષી ગૂઢ વિચાર પ્રણાલીને મને પરિચય થયે હતો.
(આ પત્ર લખનારનું નામ છે બાલચંદ હીરાચંદ તેઓ વિદ્વાન છે, સમયના જાણુ છે, દક્ષિણ મહારાષ્ટ્રના જેનેના અગ્રેસર છે. કરાડની દક્ષિણ મહારાષ્ટ્રના તેઓ પ્રમુખ હતા.)
ભાવનગર, તા. ૩૦-૩–૫૯ પૂજ્ય બાપુની સેવામાં
આપે પૂજ્ય શ્રી લાલન બાપુનો પરીચયને હેવાલ લખવા ફરમાવ્યું તે હું તે મહાન પુરૂષના જીવનના વિષે શું લખી શકું ? હું તે અલ્પજ્ઞ છું, છતાં આપની સેવાના પવીત્ર પરમાણુંના પ્રભાવે અંતરમાં જે કંઈ ઉદ્દભવ્યું તે લખાયું છે. તે બાબતમાં ગ્યતા મુજબ સુધારી તેમના જીવનને અલંકૃત કરશે. એજ વીનંતી.
લી. છગન કરશનના વંદન, દાવેણીલાલ છગનલાલના વંદન,