________________
( ૧૯૪)
પંડિત હાલન
નામની એક ચોપડી પંડિત લાલનનાં વાંચવામાં આવી જેનાં પરિણામે પિતાનાં જીવનમાં પુરૂષાર્થ કરીને તેમણે આગળ વધવાને નિશ્ચય કર્યો. તેમની નોકરીમાંથી મળતી અડધી શનિવારની અને આખા રવિવારની એમ દેઢ દિવસની છુટીનાં પિતાના અભ્યાસ પાછળ પુરી નિષ્ઠા અને ખંતપૂર્વક અને કશા અપવાદ સિવાય તેમણે ઉપયોગ કરે શરૂ કર્યો, અને પિતાના અંગ્રેજી ભાષાના જ્ઞાનમાં તેમણે ખુબ વધારો કર્યો, સંસ્કૃત ભાષાનું સાહિત્ય પણ સારા પ્રમાણમાં વાંચ્યું, બંગાળી, હિંદી તેમજ મરાઠી પણ તેઓ શિખ્યા. પરિણામે તેમને સારાં સારાં “ટયુશને” મળવા લાગ્યા અને તેમાંથી તેમને માસિક રૂ. ૩૦૦ ની આવક થવા લાગી. મૂળથી જ તેમનું વળણ મોટાભાગે ધાર્મિક તેમ જ તાત્વિક વિષયના અધ્યયન પાછળ હતું. જૈન ધર્મનાં ગ્રંથ સાહિત્યને તેમને અભ્યાસ પણ વધતું જતું હતું. ૧૫ ની સાલમાં મળનાર અમેરિકાની સર્વ ધર્મ પરિષદમાં જૈન સમાજના પ્રતિનીધિ તરીકે મુનિશ્રી આત્મારામજી મહારાજની નિમણુંક કરવામાં આવેલી. જૈન મુનિ માટે આ પરદેશપ્રવાસ શક્ય નહિ હોવાથી તેમણે પિતાનાં પ્રતિનિધિ તરીકે સદૂગત શ્રી વીચંદ રાઘવજી ગાંધીને મોકલવાનું નક્કી કર્યું. પંડિત લાલનને શ્રી વીરચંદ રાઘવજી ગાંધી સાથે બહુ ગાઢ સંબંધ હતો. શ્રી વીરચંદ ગાંધીને જેનસમાજ તરફથી બહુમાનપૂર્વક વિદાય આપવામાં આવેલી. શ્રી વીરચંદ ગાંધી અમેરિકા જાય અને પંડિત લાલન અહીં એકલા કેમ રહી શકે? તેમનું દિલ અમેરિકા જવા