________________
( ૨૦ )
પંડિત લાલન
ભાવ ભરેલ બન્યો છે અને સૌ કે તેમને આદરભાવથી જેતા થયા છે. આનું કારણ એ છે કે પંડિત લાલનના અમુક અમુક બાબતમાં વિચારે ગમે તે હોય, પણ તેમને નામાં ઉંડી ધાર્મિકતાએ વાસ કર્યો છે અને જૈન ધર્મમાં તેમની શ્રદ્ધા અને નિષ્ઠા એટલી જ ઉંડી છે એવી તેમના એક વખતના વિરોધી લેખાતા જૈન આચાર્યો અને આગેવાનેને પ્રતીતિ થઈ છે. છેલ્લાં છેલ્લાં ૧લ્હ૬ માં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિના પ્રતિનિધિ તરીકે સર્વધર્મ પરિષદમાં ભાગ લેવા તેઓ ઇંગ્લડ ગયેલા અને ત્યાં સાતેક માસ રહ્યા હતા. આવી જેની ઉજજવળ જીવન કારકીર્દી છે તેમનું આપણે આજે સન્માન કરવા એકત્ર થયા છીએ. તેમનું જીવન લગભગ પ્રારંભથી જ જૈન સમાજની એક યા અન્ય પ્રકારની સેવામાં જ ગયું છે. જેનસમાજમાં નવા અને જુના વિચારની આજે જે છેલલા પચાસ વર્ષથી લડત ચાલે છે તે લડતના વિચારસ્વાતંત્ર્યની હિમાયતના પક્ષે તેઓ પ્રથમ સેનિક છે, સેનાની છે અને એ રીતે આજની યુવાન પ્રજા અને ઉગતી પ્રજા તેમની ભારે રૂણી છે. તેમના સમગ્ર જીવન દરમિયાન તેમણે આ સેવા કરી કે તે સેવા કરી એવી તારવણી કરવી શક્ય જ નથી. દ્રપાર્જન અને કુટુંબની ઉપાસના એ જ જેના જીવનનાં પ્રધાન લક્ષ હેય અને તે સાથે જેણે બીજા અનેક કાર્યો સાધ્યા હોય તેમના જીવનમાંથી આવી તારવણું કરવાની જરૂર લેખાય પણ જેનું જીવન કેઈ એક નદી માફક તેના સંસર્ગમાં આવતા સિ કેઈનું શ્રેય સાધવામાં જ વ્યતીત થયું હોય તેવા