________________
( ૨૦ )
પંડિત લાલન
જવાનું મળ્યું. આમ છતાં પણ આજે લાલન જે કાંઈ. જાણે છે તે સમુદ્રના એક બિંદુ જેવું છે એનું લાલનને સ્પષ્ટ ભાન છે અને એ જ્ઞાનના મીઠા મહાસાગરના કયારે સંપૂર્ણ દર્શન થાય એ ભાવનાથી નહિ જાણેલું જાણવાની આજે પણ લાલન એટલી જ ઉત્સુકતા અનુભવી રહેલ છે. ' “અંતમાં આજે આ પ્રસંગે એક સુચના કરવાનું મને સુજે છે. આપણા સમાજમાં ઘણા શ્રીમાને છે. માબાપ વિનાના બાળકો માટે બાળાશ્રમે થયાં છે અને થાય છે. પણ બાળકે વિનાના વૃદ્ધ માબાપ માટે વૃદ્ધાઅમે કાં નથી થતાં? પશુઓને માટે પાંજરાપોળો છે, પણ અશક્ત અને વૃદ્ધ માનવીઓ માટે આશ્રમે કાં નથી? યુરોપ તેમજ અમેરિકામાં મેં “ડોઝ હેમ” શ્વાનાશ્રમ જોયા છે તેમ જ “એકેડ હોમ” વૃદ્ધાશ્રમે પણ જોયાં છે. આમ એક વૃદ્ધાશ્રમમાં નેપલીયનના યુદ્ધમાં જેણે ભાગ લીધેલ હતું તેવા એક ૧૩૦ વર્ષની ઉમ્મરના ડોસાને મેં જે હતે. આપણે ત્યાં આવી સંસ્થાઓ ઉભી થવાની ખાસ જરૂર છે.
અંતમાં મારા પ્રત્યે આટલે બધે સદભાવ અને લાગણી બતાવવા માટે આપ સર્વને હું ફરી ફરીને અતઃકરણપૂર્વક ઉપકાર અને આભાર માનું છું.”
ત્યાર બાદ શ્રી નાથજીએ સમગ્ર પ્રસંગને ઉપસંહાર કરતાં જણાવ્યું કે “આજે આપણે સઘળા લેકે એકત્ર થઇને પંડિતજીનું ગૌરવ કરી રહ્યા છીએ તે કેવળ