________________
( ૨૦ )
પંડિત લાલને
કલ્યાણ, દેશ અને રાષ્ટ્રપ્રેમમાં દેખા દેતે. પણ હકીકતમાં એ પરમ સજજન વિશ્વપ્રેમી વિભૂતી હતા.
તત્વચિંતક લાલનસાહેબ, સંવત ૧૯૯૧ થી ૧૯૩ ની સાલના ગાળામાં મારી જન્મભૂમિના ભુજપુર ગામમાં મારા મિત્ર શ્રી વેલજીભાઈ મેઘજીને ત્યાં અનુક્રમે બે વખત પૂજ્ય લાલનસાહેબને મહીનાઓ સુધીનું નિવાસ થયેલ. ત્યારે દરરોજ કલાકે લગી હું તેઓશ્રીને સત્સંગ સાધતે, માર્ગદર્શન મેળવતે અને એમની જીવનદષ્ટિ અને જીવનચર્યાને પરિચય પામી કૃતાર્થ થતે લાલનસાહેબનું ઊંડું તરવચિન્તન, તેટલું જ ઉંડું તત્તવાધ્યયન, જ્ઞાનવિચારણા અને આત્મચર્યાની અગાધ ઉંડાણ સમજવા મળતી. પંડિત લાલન આંતરદેશીય અને ભારતીય ખ્યાતનામ તેમજ ગુપ્તનામ તવદષ્ટા, પ્રાચીન અને અર્વાચીન સંત મહાત્માઓના તત્વ રહસ્યના અભ્યાસી તે હતા જ પણ ઉપાસક અને અનુશીલક પણ હતા. પ્રાચીન તત્વ સાહિત્યમાં કુન્દકુન્દ્રાચાર્યની રત્નત્રયી (સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય) ગેંદ્રને પરમાત્મા પ્રકાશ, હરિભદ્રસૂરીને ગદષ્ટિ સમુચ્ચય, દિવાકરજીને સમંતીત, મુની સુંદરસૂરીને અધ્યાત્મ કલ્પદ્રુમ હેમચંદ્રાચાર્યને યોગશાસ્ત્ર વિગેરે અનેક જૈન ગ્રંથે અને ઉપનિષદે, ભગવતગીતા અને એ કેટીના વિવિધ આરણ્યક ગ્રંથ તેમજ અર્વાચીન તતવ દષ્ટામાં આનંદઘનજી, ચિદાનંદજી રામદાસ, કબીર, અખે, નિવૃત્તિનાથ, જ્ઞાનદેવ, શ્રીમદ્ રાજચંદ્ર અને પુણ્યશ્લેક ગાંધીજીનું તત્વજ્ઞાન એમને