________________
પંડિતજીની પ્રતિભા
( ૨૧ ) કેડે બેઠું હતું તેથી તેઓ વૃત્તિથી અનાસક્ત અને સ્વભાવથી પરમ ઉપશાંત જીવન સહજ ભાવે જીવતા હતા,
પરિણામે એમને જીવનપ્રવાહ માનવ જીવનના પ્રત્યેક સદ્દગુણેને અપનાવતે સર્વોદયી અને સર્વતમુખી સહજ બની રહ્યો હતે. વિચારોનું એમનું વલણ સંપ્રદાયના આગ્રહથી મુક્ત અને તેમાં રહેલા સત્યનું શાહી અનેકાંતવાદી નૈસર્ગિક સ્વયં સિદ્ધ સ્થિર થયું હતું. પંડિત લાલન એક સાથે વિદ્યાર્થી, અધ્યાપક અને ચિન્તકનું વિવિધ જીવન જીવતા, સંસાર-સુધારા, સમાજ સુધારણા, રાષ્ટ્રીય ઉત્થાન અને ધર્મયાત્રાની દરેક કુચ સાથે કદમ મીલાવતા અને ઉડે રસ લેતા. તેમ છતાં કયાંય એકાંગી ઢળી જવા નાપસંદ કરતા. વૈભવે એમને આકર્ષી શકતા નહીં અને ગરીબી એમને ખટકતી નહીં. વિચારમાં મધ્યસ્થ, જ્ઞાની, શ્રદ્ધામાં આસ્તિક, આત્મદષ્ટિ અને વર્તનમાં સાચા અર્થમાં તપસ્વી જીવન જીવતા, પિતાની જાતની પ્રશંસાથી સદા દૂર રહેતા અને અન્યના અલપગુણને બિરૂદાવતા, દેષ દર્શન તરફ અણગમો ધરાવતા અને માનવ ઉપકારમાં આનંદતા એવી આયુગની વિશ્વ વિભૂતિને વન્દન હે.
આણંદજી દેવશી શાહ આ પત્ર લખનારનું નામ છે. આણંદજી દેવશી તેઓ પંડિત છે. તેઓ અજોડ વક્તા છે. પ્રજ્ઞાચક્ષુ છે. સંસ્કૃતના જાણ છે અને આગમ વેત્તા છે. શ્રી ભદ્રેસર તિર્થની તેમણે તન-મન-ધનથી સેવા કરી છે.