________________
પંડિતજીની પ્રતિભા
( ૨૫ )
શાશ્વત સ્વરની માફક આપણે આત્મા અમર છે એ હકીકત આપણા અંતરમાં ઉતારવી.”
- જ્યારે આપણી કેઈ નિંદા કરે છે ત્યારે આપણે અકળાઈએ છીએ અને તેવી નિંદા કરનારા ઉપર આપણને રોષ આવે છે. પણ તાત્વિક રીતે વિચારતાં એ નિંદા કરનાર આપણા દેને મોટા દેખાડીને ખરી રીતે આપણને જાગૃત કરે છે અને એ રીતે તે આપણા ઉપર ઉપકાર કરે છે, માટે મારી નિંદા કરનારને હું એમ કહું કે જે કંઈ તમારે કહેવું હોય તે મારી સમક્ષ કહે અને હિંમત ન હોય તે મારી પાછળ કહે. એ બન્ને પ્રકારના લેકે અત્યાર સુધી મારા ઉપર અનુગ્રહ કરતાં જ આવ્યા છે.
“ જ્યારે મેં સુપ્રસિદ્ધવક્તા શ્રી સુરેન્દ્રનાથ બેનરજીને કેસમાં ભાષણ કરતાં સાંભળ્યા ત્યારે મને વક્તા થવાની પ્રેરણા ઉત્પન્ન થઈ અને એ દિશાએ મારી શક્તિ કેળવવાને મેં પ્રયત્ન કરવા માંડ્યો. દશ વર્ષ બાદ આજે જેને આઝાદ મેદાન તરીકે ઓળખવામાં આવે છે તે મેદાનમાં જૈન . કેન્ફરન્સનું અધિવેશન મળેલું, અને ત્યાં મને વ્યાખ્યાન કરવાની તક આપવામાં આવી હતી. મને સાંભળીને આપણી જેને કેમના જાણીતા આગેવાન સદગત શેઠ કુંવરજી આણંદજીએ મને ખૂબ શાબાશી આપી હતી. ત્યાર પછી કેટલાક સમય બાદ પંડિત સુખલાલજીને કાશીમાં પ્રથમ સમાગમ થયો ત્યારથી જૈનધર્મની નિશ્ચય અને વ્યવહાર ઉપર રચાયેલી ઈમારતને મેં યથાશક્તિ અભ્યાસ કરવા માંડ્યો. આ રીતે મને ઘણું જાણવા-સમ