________________
-
-
પડિતજીની પ્રતિભા
( ૨૦૯) મોટી હોવા છતાં અને વૃદ્ધાવસ્થાનું તેમની ઉપર આટલું બધું આક્રમણ હોવા છતાં એમનામાં રહેલી સ્વાભાવિક, તેજસ્વિતા બીલકુલ ઓછી થઈ નથી. એ તેજ ધર્મનું તેજ છે. વૃદ્ધાવસ્થામાં સર્વ કોઈનું તેજ ઘટતું જાય છે, પણ જે ધર્મશીલ હોય છે તેનામાં વિરતા હોય છે. જે સાથે જ્ઞાની હોય છે તેનું તેજ વૃદ્ધાવસ્થામાં પણ ઘટી શકતું નથી. શરીર ભલે ક્ષીણ થાય, જર્જરિત થાય, પરંતુ તેના તેજમાં જરાપણ કમીપણું આવતું નથી. આ પ્રભાવ ધર્મને છે, વીરત્વને છે, જ્ઞાનને છે. પંડિતજીના જીવનમાંથી આપણે આટલી વાત સમજીને એમના ગુણ આપણામાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તે આપણું જીવન પણ એમની માફક સાર્થક થશે. એમનું ગૌરવ કરવાને આ જ સાચે રસ્તો છે. જેના પ્રત્યે આપણે માન દાખવતા હોઈએ તેને દરેક ગુણ પોતાનામાં લાવવાનો પ્રયત્ન કરો એ આપણા સર્વનું કર્તવ્ય છે.
પંડિતજીનું માન અને ગૌરવ કરવાનું ભાગ્ય આજે આપણુ સર્વને જે રીતે પ્રાપ્ત થયું છે, તે રીતે પરમાત્માની કૃપાથી એમનું ગૌરવ કરવાને પ્રસંગ હજુ કંઈક વર્ષો સુધી આપણને મળતું રહે અને એમના જ્ઞાનને તથા એમના સગુણેને આપણને હંમેશા લાભ મળતો રહે એ ઈરછા પ્રગટ કરવા સાથે એમનું અવશિષ્ટ આયુષ્ય સ્વાઓ અને આરોગ્યપૂર્ણ રહે એવી મારી પરમાત્માને પ્રાર્થના છે.”
ત્યારબાદ શ્રી વેણીબહેન કાપડીઆએ પ્રમુખશ્રીને, પંડિત લાલનને તેમજ સર્વ સભાજનેને ઉચિત્ત શબ્દોમાં
૧૪