________________
(૨૮)
પંડિત લાલન સાથે પતંજલ યોગદર્શન ઉપરથી ગાભ્યાસ સંબંધી એમણે વાતે કરવા માંડી. જ્યારે જ્યારે પણ એમને મળવાનું બનતું હતું ત્યારે ત્યારે દરેક વખતે તેઓ મને આધ્યાત્મિક પ્રશ્નો જ પૂછતા રહ્યા છે. અને એ બાબતની જ તેમણે મારી સાથે ચર્ચા કરી છે. આ સિવાય બીજે કઈ વિષય તેમણે મારી સામે ઉપસ્થિત કર્યો નથી. આ બધી બાબતે ઉપરથી મને વિશ્વાસ થયે કે પંડિતજીને આધ્યાત્મિક વિષય અત્યન્ત પ્રિય છે અને એ વિષય પાછળ લાગેલા એક શ્રેયાર્થી છે.
પંડિતજી જ્યારે ધાર્મિક ક્ષેત્રમાં કામ કરતા હતા ત્યારે તેઓ સુપ્રસિદ્ધ પુરૂષ હતા. અમેરિકા, ઇગ્લાંડ વિગેરે દૂર દેશમાં વસતા લેકે પણ તેમને જાણતા હતા. મારા સાંભળવામાં આવ્યું છે કે કદિ કદિ તેમને પ્રચલિત ધર્મ, કલપનાની વિરૂદ્ધ બલવું પડતું હતું. આના પરિણામે તેમને સાધારણ સમાજ તરફથી કેટલું સહન કરવું પડયું હશે તેની આપણે કલ્પના કરી શકીએ તેમ છે. પણ આશ્ચર્ય તેમ જ આનંદની વાત તે એ છે કે સમાજને ગમે કેટલે વિરોધ સહન કરવા છતાં પણ પંડિતજીએ પિતાનું સત્યપ્રતિપાદનનું કાર્ય એકસરખું ચાલુ રાખ્યું હતું. એમના જીવન પરથી આપણે સત્યપરાયણતા અને નિર્ભયતા, આ ગુણનું મહત્ત્વ સમજવું જોઈએ અને તે ગુણે આપણા જીવનમાં ઉતારવાને પ્રયત્ન કરે જોઈએ. ધર્મની ખાતર સહન કરવા સિવાય મનુષ્યની કટી થઈ શકતી નથી. જે એ કસેટીમાંથી પાર ઉતરે છે તેનું તેજ વધે છે. પંડિતજીની ઉંમર આટલી