________________
પંડિતજીની પ્રતિભા
( ૨૦૩ )
પ્રત્યે સદભાવથી પ્રેરાઈને મારા ગુણેને જ આગળ ધર્યા છે. આ તમારા સદ્દભાવ માટે તમારે હું ઉપકાર માનું છું. પણ સાથે સાથે તમારે મારા દેશે પણ જણાવવા જોઈએ. મારામાં એવા દોષે હું ઘણા જોઉં છું અને અનેકવાર મારૂં પતન થયું છે એ પણ હું જાણું છું. અહિં આ પ્રસંગે એમ કહેવામાં હું જરા પણ અતિશક્તિ કરતો નથી કે આ દેશે અને પતનમાંથી મને કેઈએ બચાવ્યો હોય તે તે જિન ધર્મ જ બચાવ્યો છે. મારે મન જિન ધર્મ એ નિજ ધર્મ અર્થાત્ આત્મધર્મ છે. આ ધર્મે મને વારંવાર ઉઠાડ્યો છે, જગાડ્યો છે, અને સ્થિર કર્યો છે. આ આત્મધર્મને-જિન ધર્મને-હું મારા હૃદયની વારંવાર વંદનાવલિ અર્પી છું.
હું પણ આ મુંબઈ જૈન યુવક સંઘને સભાસદ હોઉં એમ મને લાગે છે. કેઈ મને વૃદ્ધ કહે મને તે ગાળ દેતા હોય એવું મને લાગે છે. ૯૧ વર્ષનું મારું દૈહિક જીવન મને ૧૯ વર્ષ જેવું લાગે છે. અને હજુ પણ સ્વપરની સેવા બીજાં ૩૪ વર્ષ કરૂં એવી મારી સતત ભાવના છે.
“પ્રબુદ્ધ જૈન” આ સંઘનું મુખપત્ર છે. જ્યારથી એ પત્રને જન્મ થયો છે ત્યારથી હું તે આવે છે કે સુતેલો જૈન સમાજ ઉંઘતે પણ જાગતે થયો છે. હવે એ જાગૃત સમાજના મુખપત્ર જૈન સમાજને બેઠે કરવો જોઈએ, ઉભું કરે જેઈએ, ચાલતે કરે જોઈએ. અને ધર્મ